આઝાદીનાં 64 વર્ષ બાદ પહેલીવાર ખુલ્લું મુકાયું આ ગુરૂદ્વારા

પેશાવર : પાકિસ્તાનમાં ભાઇ બીબાસિંહ ગુરૂદ્વારેને ખોલી દેવામાં આવ્યું છે. બંન્ને દેશ આઝાદ થયા બાદથી બંધ હતું જે 64 વર્ષ બાદ આ ગુરૂદ્વાર ખુલ્લી રહ્યું ચે. કહેવાય છે કે આ ગુરૂદ્વારનું નિર્માણ શીખોનાં દસમાં ગુરૂ ગોવિંદસિંહનાં ભાઇ બીબા સિંહે બનાવડાવ્યું હતું. બુધવારે એક કાર્યક્રમ દરમિયાન ઇવેક્ટૂ ટ્રસ્ટ પ્રોપર્ટી (ઇટીબીપી)એ આ મિલ્કસ શીખ સમુદાયને સોંપી દીધી હતી. પાકિસ્તાન શીખ કોમ્યુનિટીનાં ચેરપર્સન રાદેશ સિંહે કહ્યું કે તેની પહેલા શહેરમાં બે ગુરૂદ્વારા હતા.

બે ગુરૂદ્વારા પૈકી એકમાં આર્મીએ બેઝ બનાવી દીધું હતું. 1200 શીખોનાં માટે માત્ર એક ગુરૂદ્વાર હોવાથી ભારે પરેશાની થતી હતી. પાકિસ્તાન શીખ કોમ્યુનિટીએ ગુરૂવારે ગુરૂદ્વારા ફરી ખોલવામાં આવતા ખુશી વ્યક્ત કરી હતી. આ ગુરૂદ્વારાને બીજી વખત ખોલવાનાં નિર્ણય બાદ તેમાં 8.50 લાખ રૂપિયાનો ખર્ચ કરીને તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. આ કામ 2013થી ચાલી રહ્યું હતું. જે અંતે પુરૂ થયું હતું અને ગુરૂવારે લોકોનાં દર્શનાર્થે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

માઇનોરિટી અફેયર્સ મિનિસ્ટર સરદાર સોરનસિંહે સુબાની સરકારની તરફથી 3 લાખ રૂપિયાનું ફંડ આપ્યું હતું. એવું પણ મનાઇ રહ્યું છે તેને શિખ મહારાજા રણીજીતસિંહે બંધાવ્યું હતું. તેમણે પંજાબ પર 1780થી 1839 સુધી રાજ કર્યું હતું. તેઓએ આ ગુરૂદ્વારને બંધાવ્યું અથવા તો તેનો જીર્ણોધ્ધાર કર્યો હોય તેવી શક્યતાઓ છે. જો કે હાલ તો આ ગુરૂદ્વાર ખુલ્લુ મુકવામાં આવતા શીખ સમુદાયમાં ભારે ખુશીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

You might also like