પંજાબ માટે મોદીના પગે પડીશ, નહીં માને તો છીનવી લઇશ: કેજરીવાલ

ગુરદાસપુર: બટાલામાં પાર્ટી કાર્યકર્તાઓને મળવા પહોંચેલા આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે પંજાબ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પગે પડીશ, પરંતુ એ પછી પણ તેઓ માન્યા નહીં તો છીનવીને પંજાબનો હક લેશે.

આ પહેલા કેજરીવાલના કાર્યક્રમ સ્થળ સુધી જનારા રસ્તા પર કોંગ્રેસના લોકો સવારથી જ ઊભા હતાં. જેવો કેજરીવાલનો કાફલો ત્યાંથી પસાર થયો કોંગ્રેસના લોકોએ ગો બેક કેજરીવાલના નારા લગાવ્યા. કોંગ્રેસના લોકોએ કહ્યું કે કેજરીવાલ પંજાબમાં આવીને અહીંનો માહોલ ખરાબ કરી રહ્યા છે. તેમણે આમ આદમી પાર્ટીને આમ આશિક પાર્ટી કરાર આપ્યો. એ દરમિયાન સુરક્ષાનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. કેજરીવાલનો કાફલો સરળતાથી નિકળી શકે તે માટે પોલીસે ત્યાંથી કોંગ્રેસના કાર્યકર્તાઓને ત્યાંથી ખસેડી દીધા હતા.

કેજરીવાલે કહ્યું કે કોંગ્રેસ અને ભાજપ મળેલા છે. આ દળોના એજન્ડામાં પંજાબનો વિકાસ નથી, પરંતુ લોકોને મૂર્ખ બનાવીને અહીં રાજ કરવાનું છે.

કેજરીવાલે કહ્યું કે પંજાબમાં આપની સરકાર આવવાથી દરેક ગામમાં ક્લીનીક ખુલશે, જેમાં મફત સારવાર આપવામાં આવશે, તેમણે પાંચ વર્ષ સુધી કોઇ ટેક્સ વધશે નહીં તેનો પણ વાયદો આપ્યો છે. તેમણે કહ્યું કે અત્યારે જે ટેક્સનો ભાર છે તેને ધીરે ધીરે ઓછો કરવામાં આવશે. ડ્રગ તસ્કરી મુદે કહ્યું કે મજીઠીયા કેપ્ટનનો ભત્રીજો છે. રેપ્ટન મજેઠીયાને અંદર કરી શકતા નથી. મજીઠીયાને અંદર કરવાની તાકાત ફક્ત આમ આદમી પાર્ટીમાં છે.

You might also like