શક્તિ પૂજનનું પર્વઃ ચૈત્રી નવરાત્રિ

દેવી સંપ્રદાય પ્રમાણે વર્ષમાં ચાર ચૈત્રી નવરાત્રિ હોય છે
મહા સુદ ૧ થી મહા સુદ ૯
ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુદ ૯
અષાઢ સુદ ૧ થી અષાઢ સુદ ૯
આસો સુદ ૧ થી આસો સુદ ૯
આ ચારે ચૈત્રી નવરાત્રિઓમાં દેવી સંપ્રદાય વાળા એક સરખી રીતે ભકિત ઉપાસના કરે છે, પરંતુ આ ચારેયમાં બે ચૈત્ર નવરાત્રિઓનું મહત્‍વ વધુ છે.
ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુદ ૯
આસો સુદ ૧ થી આસો સુદ ૯

જોગાનુજોગ આ બંને ચૈત્રી નવરાત્રિ દરમિયાન મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રીરામનો ઉલ્લેખ થાય છે. ચૈત્રી નવરાત્રિની સમાપ્તિ ચૈત્ર સુદ ૯ એટલે ભગવાન શ્રી રામનો પ્રાર્દુભાવનો દિવસ. અને દેવી ભાગવત અનુસાર આસો સુદ ૧ થી આસો સુદ ૯ના દિવસોમાં ભગવાન શ્રીરામે આદ્યશકિત માતાની ઉપાસના કરીને વિજયાદશમીને દિવસે રાવણ સાથે યુદ્ધ કરવા લંકા જવા સમુદ્ર તટથી પ્રયાણ કર્યું હતું.

ચૈત્ર સુદ ૧ થી ચૈત્ર સુદ ૯ ચૈત્ર ચૈત્રી નવરાત્રિ માતાનાં અનુષ્ઠાન ઉપાસના માટે ઉતમ ગણવામાં આવે છે. આસો સુદ ૧ થી આસો સુદ ૯ શરદ ચૈત્રી નવરાત્રિ, માતાની ભકિતપૂર્ણ ગીતોથી ઉપાસના કરવા માટે ઉત્તમ ગણાય છે. ગુજરાતનો ગરબો એટલે આસો સુદ ૧ થી આસો સુદ ૯ શરદ ચૈત્રી નવરાત્રિ દરમ્‍યાન ગવાતાં માતાજીનાં ભકિતપૂર્ણ ગીતો. આ ગરબાનો ઉદ્‌ભવ કેવી રીતે થયો, તેની ઐતિહાસિક તારીખ એક સંશોધનનો વિષય છે.

પૂર્ણ પુરુષોતમ ભગવાન શ્રીકૃષ્‍ણની રાસલીલા એ આનું ઉદ્‌ગમ સ્‍થાન કહી શકાય. પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રીકૃષ્‍ણ-રાધાજી અને ગોપીઓ રાસ રમતાં હતાં. ગરબો પણ, તેનો જ એક પ્રકાર છે. ગરબામાં પણ રાસ છે, નૃત્‍ય છે, લય છે, સંગીત છે. ગરબે ઘુમવું એ પણ એક કળા છે અને ગરબે ઘૂમનાર દરેક કલાકાર છે. ચૈત્રી નવરાત્રિ ઉત્‍સવ એટલે નવ રાતોનો મહોત્‍સવ, ચૈત્રી નવરાત્રિ એટલે ગુજરાતની અસ્‍મિતા, ઓળખાણ.

આ ઉત્‍સવ દરમ્‍યાન ગુજરાતીઓ શેરીઓમાં – પોળોમાં – મેદાનોમાં ગરબે ઘુમવા ઊમટી પડે છે. ‘જયાં વસે એક ગુજરાતી સદા કાળ ગુજરાત’ કવિની આ કાવ્‍ય પંક્‍તિને અનુરૂપ ફક્‍ત ગુજરાતમાં જ નહીં, પરંતુ જયાં જયાં ગુજરાતીઓ વસેલા છે, ત્‍યાં ત્‍યાં તેમણે આ ઉત્‍સવની મહેક પહોંચાડી દીધી છે. ચૈત્ર ચૈત્રી નવરાત્રિના તહેવારની રાહ ગુજરાતીઓ જ નહીં, પરંતુ તેમની સાથે વસતા અન્‍ય પ્રદેશવાસીયો પણ રાહ જુએ છે. ગુજરાતીઓ માટે તો ચૈત્ર ચૈત્રી નવરાત્રિ એક મહોત્‍સવ જ છે, જે દર વર્ષે ગુજરાતીઓને ગાંડા કરી મુકે છે. એક સરખા નવ દિવસ સુધી રાત્રે ગરબે ઘુમવું એ એક અણમોલ લ્‍હાવો છે, જે ગુજરાતીઓ દર વર્ષે માણે છે.

ચૈત્રી નવરાત્રિ એટલે નવ દિવસ આદ્યશકિત માતા નવદુર્ગાની ઉપાસના અને ભક્‍તિ. હિંદુ ધર્મમાં પાંચ દેવ મુખ્‍ય રીતે પુજાય છે – ગણપતિ, મહાદેવ શંકર, ભગવાન વિષ્‍ણુ, સૂર્ય દેવ અને આદ્યશક્‍તિ મા.

દરેક જીવાત્‍માના જીવનમાં માતાનું સ્‍થાન હંમેશાં ઊંચું હોય છે. પિતા કરતાં માતાનું મહત્‍વ વધારે હોય છે. માતાએ જનની છે. બાળકનું લાલન પાલન કરનાર છે, માતા વગર સૃષ્ટિ સંભવી શકે જ નહીં. તેથી જ માતાનું અનેરું સ્‍થાન હોવાથી હંમેશાં માતાને પહેલાં પ્રણામ કરવામાં આવે છે. ઈશ્વરમાં પહેલાં માતાના સ્‍વરૂપનું નિરુપણ કરવામાં આવે છે.

તેથી જ ચૈત્રી નવરાત્રિ દરમ્‍યાન માતાની ભક્‍તિ કરવામાં આવે છે. ગુજરાતમાં ચૈત્રી નવરાત્રિ ઉત્‍સવ આસો સુદ ૧ થી આસો સુદ ૯ સુધી ઉજવાય છે અને આસો સુદ ૧૦ વિજયાદશમીને દિવસે માતાજીને વિદાય અપાય છે.

આજથી લગભગ ત્રણસો વર્ષ પહેલાં ગુજરાતમાં ગરબો લખનાર અને ગાનાર પ્રસિદ્ધ ભક્‍ત કવિઓ હતા – વલ્લભ ભટ્ટ ધોળાવાળા-પ્રેમાનંદ-દયારામ. આજે પણ તેમના ગરબાઓ તેટલા જ ઉત્‍સાહથી ગવાય છે. આધુનિક યુગમાં ઘણા નવા ગરબાઓ રચાય અને ગવાય છે, તેમાં જિતુ ભગત, નંદુ ભગત વગેરે ભક્‍ત કવિઓ પ્રસિદ્ધ છે. આજે ગરબા ગાવાનું સ્‍વરૂપ ઘણું બદલાઇ ગયું છે.

પહેલા તાળીઓના તાલે ગરબા ગવાતા આજે ઓરકેસ્‍ટ્રા ઉપર યુવક-યુવતીઓ ગરબે ઘૂમે છે. મોટા મોટા પ્‍લોટોમાં પ્રકાશ અને સંગીતનું સંયોજન થાય છે. છેલ્લાં ૨૫ વર્ષોથી ડિસ્‍કો ડાંડિયાનું પ્રમાણ વધી ગયું છે, પ્રણાલિકાગત ગરબાઓ હવે બહુ ઓછા જોવા મળે છે. મોટા શહેરોમાં આનું પ્રમાણ વધુ છે, ગુજરાતનાં ગામડાંઓ આજે પણ ભક્‍ત-કવિઓના ગરબા, તાળીઓના તાલે ગૂંજે છે. આવા ચૈત્રી નવરાત્રિ મહોત્‍સવમાં આદ્યશકિત નવદુર્ગાની આરાધના, અનુષ્ઠાન અને ભકિત કરવામાં આવે છે.•

You might also like