બાંગ્લાદેશની મસ્જીદમાં ગોળીબાર : ISISએ લીધી જવાબદારી

ઢાકા : આતંકવાદી સંગઠન આઇએસઆઇએસ બાંગ્લાદેશમાં પોતાનો વ્યાપ વધારી રહ્યું છે. જેનું ઉદાહરણ શુક્રવારે ઉત્તરી બાંગ્લાદેશમાં જોવા મળ્યું હતું. અહીં એક શિયા મસ્જીદમાં સાંજની નમાજ બાદ એક અજાણ્યા શખ્સે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં 1 વ્યક્તિું મોત નિપજ્યું હતું. આ હૂમલાની જવાબદારી આઇએસઆઇએસ દ્વારા સ્વિકારવામાં આવી છે.

બાંગ્લાદેશ એક ઇસ્લામિક ફાઉન્ડેશનનાં મહાનિર્દેશક શમીમ મોહમ્મદ અફઝલે કહ્યું કે બાંગ્લાદેશમાં શિયાઓ લધુમતીમાં છે. જો કે બાંગ્લાદેશમાં ઇતિહાસમાં ક્યારે પણ મસ્જીદ પર આવો હૂમલો નથી થયો. શમીમ મોહમ્મદે કહ્યું કે હૂમલાની પ્રકૃતિ અને પ્રકાર આવનારા મોટા ખતરા તરફ ઇશારો કરી રહ્યું છે.

ક્રાઇમબ્રાંચનાં સંયુક્ત નિર્દેશક મોનિરુલ ઇસ્લામે આ હૂમલા અંગે કહ્યું કે તેમને તે વાતનાં સંકેત પણ મળ્યા છેકે આંતરરાષ્ટ્રીય આતંકવાદી જુથ બાંગ્લાદેશનાં ચરમપંથ સંગઠનો સાથે મળીને હૂમલાઓ કરવાની ફિરાકમાં છે.

આતંકવાદી સંગઠન આઇએસઆઇએસએ ટ્વિટર દ્વારા બાંગ્લાદેશની મસ્જીદ પર થયેલા હૂમલાની જવાબદારી સ્વિકારી હતી. ટ્વિટર પર લખવામાં આવ્યું કે અલ્લાહનાં એક બંદાએ મશીનગન વડે મસ્જીદમાં ગોળીબાર કર્યો છે. અલ્લાહની અનુમતીથી ઇરાનનાં લોકોનાં હિત માટે આવા હૂમલાઓ ચાલુ જ રહેશે.

You might also like