ફ્રાન્સમાં એવીગનન મસ્જિદની બહાર ફાયરિંગઃ આઠ ઘાયલ

પે‌રીસઃ દ‌િક્ષણ ફ્રાન્સના શહેર એવીગનનમાં અેક મસ્જિદની બહાર બે બંદૂકધારી હુમલાખોરોએ ફાયરિંગ કરતાં આઠ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનાને આતંકી હુમલો હોવાના અહેવાલને રદિયો આપ્યો છે અને આ અંગત અદાવતનો મામલો હોવાનું જણાવ્યું છે.

ફાયરિંગની ઘટના બાદ ઘાયલ થયેલા આઠ લોકો પૈકી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મસ્જિદમાંથી બહાર નીકળી રહેલા લોકો હુમલાખોરોના નિશાનમાં ન હતા. લા-પ્રોવેન્સ અખબારના અહેવાલ અનુસાર પોલીસ આ ઘટનાને આતંકવાદ સાથે સાંકળી રહી નથી.

સાૈપ્રથમ આ અખબારે ન્યાયીક સ્રોતને ટાંકીને આ ઘટનાના સમાચાર આપ્યા હતા. આ અખબારે જણાવ્યું હતું કે યુવાનો વચ્ચે થયેલા એક વિવાદને કારણે ફાયરિંગ થયું હોવાની શકયતા છે. અખબારે આ ઘટનાના સાક્ષીઓને ટાંકીને જણાવ્યું હતું કે મહોરાધારી બે હુમલાખોરોએ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦-૩૦ કલાકે ફાયરિંગ કર્યું હતું. લોકો મસ્જિદની બહાર આવે તે પહેલાં આ બંને હુમલાખોરો નાસી ગયા હતા. લા-પ્રાવેન્સ અખબારે જણાવ્યું હતું કે ચાર લોકો મસ્જિદની બહાર ઘાયલ થયા હતા. જ્યારે મસ્જિદની સામે એક વ્યકિત ભીડમાં કાર ચલાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે અા ઘટના બની હતી. પાછળથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like