જજની પત્ની-પુત્ર પર અંગત સુરક્ષાકર્મીએ જ ભરબજારે ચલાવી ગોળી

ગુરૂગ્રામમાં શનિવારનાં રોજ અર્કોડિયા માર્કેટ સામે ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રીકાંત શર્મા (એડીજી)ની પત્ની અને પુત્રની ગોળી મારીને હત્યા કરવામાં આવી.બંને લોકોને નજીકની હોસ્પિટલમાં તત્કાલ ધોરણે ભરતી કરવામાં આવ્યાં પરંતુ એવું કહેવામાં આવી રહેલ છે કે માં-પુત્રની હાલત હાલમાં ગંભીર જોવાં મળી રહી છે. જાણકારીનાં અનુસાર ગોળી આમની જ સુરક્ષામાં રહેલા ગનમેને જ ચલાવેલ અને ઘટનાને અંજામ આપીને ફરાર થઇ ગયો.

સૂત્રો અનુસાર બપોરનાં 3:30 કલાકનાં અંદાજે ગનમેન આ બંનેને સરકારી કારથી અકાર્ડિયા માર્કેટ લઇને ગયા હતાં. બજારમાં રોજની જેમ જ વધારે ભીડભાડ હતી કે અચાનક ગોળી ચાલવાનો અવાજ આવતા ત્યાં બજારમાં ચારેબાજુ અફરા-તફરી મચી ગઇ.

થોડાંક સમય બાદ ઘટનાસ્થળ પર લોકોની ભારે ભીડ જમા થઇ ગઇ. જો કે ગનમેન ઘટનાને અંજામ આપીને ફરાર થવામાં કામયાબ રહ્યો. સેક્ટર 50 સ્થિત થાના પોલીસ સૂચના મળતા જ ઘટના સ્થળ પર પહોંચી ગઇ અને આરોપી ગનમેનની તપાસમાં જોડાઇ ગઇ. ત્યાં મોકા પર ગુરૂગ્રામની ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળની તપાસ હાથ ધરીને પુરાવા ભેગા કરવાની કોશિશમાં લાગી ગયાં.

You might also like