સાઉદી અરબના રોયલ પેલેસ નજીક ભારે માત્રામાં ફાયરિંગ, તખ્તાપલટની અટકળો

સાઉદી અરબની રાજધાની રિયાદમાં આવેલ રોયલ પેલેસની સુરક્ષા ઝોનમાં એક ડ્રોન ઘુસી ગયુ, જેને લઇને હડકંપ મચી ગયો હતો. આ દરમિયાન ભારે ફાયરિંગ થયુ અને રોયલ પેલેસમાં હાજર સુરક્ષાકર્મીઓએ ડ્રોનને પાડી દીધુ હતુ. રોયલ પેલેસમાં ભારે ગોળાબારી થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે.

પોલીસે જણાવ્યું કે રોયલ પેલેસ નજીક સુરક્ષા ઝોનમાં ડ્રોન ઘુસી આવ્યું હતુ જેને લઇને થોડા સમય માટે અફરાતફરી જોવા મળી હતી. રોયલ પેલેસ પરિસરમાં ભારે ગોળીબારી હોવાના અને સંદિગ્ધ ડ્રોનને તોડી પાડવાના સમાચાર બાદ અફવાઓનું માર્કેટ બહુ ગરમ જોવા મળ્યું હતું.

સોશિયલ મીડિયા પર સઉદી અરબમાં તખ્તાપલટનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક યૂઝર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સાઉદીમાં સૈન્ય તખ્તાપલટ કરવામાં આવી રહ્યો છે. આ કાર્યવાહી સાઉદીના કિંગ સલમાનને હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કિંગ સલમાનને એયરફોર્સ બેઇઝની પાસે સુરક્ષિત સ્થાન પર લઇ જવામાં આવ્યા છે. જો કે ફાયરિંગને લઇને કોઇ સત્તાવાર સમર્થન મળ્યું નથી. તો બીજી તરફ પોલીસે જણાવ્યું છે કે સાઉદી અરબમાં સુરક્ષા કર્મીઓએ રોયલ પેલેસ પાસે ઉડી રહેલા શંકાસ્પદ ડ્રોનને તોડી પાડ્યું છે. રોયલ પેલેસ પરિસર પર ફાયરિંગની આ ઘટના શનિવારના સાંજે ઘટી હતી.

You might also like