લંડન હુમલામાં 5ના મોત, 40 ઇજાગ્રસ્ત, PM બોલ્યાં આતંક સામે નહીં ઝૂકીએ

લંડનઃ બ્રિટનની રાજધાની લંડનમાં સંસદની નજીક એક આતંકી હુમલામાં એક પોલીસકર્મી સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ફાયરિંગ બાદ ઇમારતને બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષાદળો એક હુમલા ખોરને મારી નાંખ્યો છે. બુધવારે બપોરે બ્રિટિશ સંસદમાં પાસે હુમલો થયો હતો. 22 માર્ચ બુધવારે લંડનમાં બપોરે 2 વાગેને 40 મિનિટ પર એક હુમલાખોરે સંસદ પાસે ટેમ્સ નદી પર પુલ વેસ્ટમિંસ્ટર બ્રિજ પર ઝડપથી કાર દોડાવી મૂકી હતી. જેમાં ઓછામાં ઓછા બે લોકો માર્યા ગયા હતા. જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ કાર સંસદની બહાર રેલિંગ સાથે અથડાઇ હતી.

હાથમાં ચાકૂ લઇને હુમલા ખોર બહાર આવ્યો હતો અને સંસદ પરિસરમાં ધુસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને રોક્યો હતો. એક પોલીસકર્મીને તેણે ચાકુ મારી દીધું હતું. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. આ પોલીસકર્મી પાસે કોઇ હથિયાર ન હતા.  ત્યાર બાદ અન્ય હથિયારધારી પોલીસકર્મીઓએ હુમલા ખોરને ગોળી મારી હતી. લંડનમાં સંસદ ભવનની બહાર જ્યારે હુમલો થયો ત્યારે સંસદની કાર્યનાહી ચાલી રહી હતી. જેને સ્થગીત કરવામાં આવી હતી.

રાજનેતાઓ, પત્રકારો અને આગંતુકોને લગભગ પાંચ કલાક સુધી સંસદની બહાર જવા દેવામાં આવ્યાં ન હતા. સંસદની પાસે આવેલા વેસ્ટમિંસ્ટર એબે ચર્ચથી સંખ્યાબંધ લોકોને અન્ય સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. બ્રિટિશ પીએમ પેરાસએ આ હુમલાની ટિકા કરી હતી. સાથે જ જણાવ્યું હતું કે આતંક સામે અમે ક્યારે પણ નમતુ નહીં જોખીએ. લંડન પોલીસે હુમલા ખોરની બાતમી મેળવી અને વધુ તપાસ હાથ ધરી છે. પીએમ મોદીએ પણ લંડન હુમલાની ટિકા કરતા ટવિટ કર્યું છે.

http://sambhaavnews.com/

You might also like