અનિદ્રાની સમસ્યા દૂર કરવા જામફળ ખાવાં જોઈએ

મૉન્સૂનની શરૂઆતથી જામફળ મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે અને ફૂડએક્સપર્ટસ એને વિટામિન અને મિનરલ્સનું પાવરહાઉસ કહે છે. જે લોકોને રાતે ઊંઘ આવતી ન હોય તેમના માટે જામફળ ઉપયોગી છે. એમાં પોટેશિયમ, કોપર, મેન્ગેનિઝ જેવા મિનરલ્સ અને વિટામિન C, B9 અને B6નો મોટો સ્ત્રોત છે.

આ વિટામિન શરીરના વિવિધ કોષનું સમારકામ કરવામાં ઉપયોગી છે. એનાથી વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. શરીરમાં આયર્નની માત્રા પણ વધવાથી બ્લડ-પ્રેશર પણ કન્ટ્રોલમાં રહે છે. જામફળમાં રહેલું બિટા કૅરેટિન ચામડીના રોગો સામે લડવામાં ઉપયોગી સાબિત થાય છે.

You might also like