ગુલશન ગ્રોવર અને સંજય દત્ત રિશી કપૂરને મારવા તેના ઘરે ગયા હતા

નવી દિલ્હી: રિશી કપૂરે તેની બાયોગ્રાફી ‘રિશી કપૂર અનસેન્સર્ડ-ખુલ્લમ ખુલ્લા’માં પોતાની અને સંજય દત્તની લડાઈ વિશે એક ચેપ્ટર લખ્યું છે. અા ચેપ્ટરમાં તેમણે લખ્યું છે કે સંજય દત્ત અને ગુલશન ગ્રોવર કેવી રીતે તેને મારવા માટે અાવ્યા હતા. અા ઝઘડો તે સમયની સંજય દત્તની ગર્લફ્રેન્ડ ટીના મુનીમના કારણે થયો હતો.

ગુલશન ગ્રોવર અા વાતને યાદ કરતાં કહે છે કે હા, અા સાચી વાત છે. સંજુ અને ટીનાનું અફેર ચાલી રહ્યું હતું. તે સમયે સંજુને લાગ્યું કે ટીનાનું અફેર ચીન્ટુ (રિશી કપૂર) સાથે પણ છે. સંજય અને હું ભાઈઅો જેવા હતા. તેથી એક દિવસ તેણે મને કહ્યું કે અાપણે ચીન્ટુના ઘરે મારવા જઈઅે. અમે તેને મારવા માટે ઘરે પણ ગયા, પરંતુ ચીન્ટુની ફિયાન્સી નીતુઅે અમને મનાવી લીધા અને િવશ્વાસ અપાવ્યો કે ચીન્ટુને ટીના સાથે અફેર નથી. તેથી અમે ત્યાંથી ચાલ્યા ગયા. સમય જતાં ગુલશન ગ્રોવરની દોસ્તી સંજય દત્ત સાથે અોછી થતી ગઈ અને રિશી કપૂર સાથે સારી મિત્રતા થઈ. અા વિશે વાત કરતાં ગુલશન કહે છે કે હું અને સંજુ હજુ પણ ટચમાં છીઅે, પરંતુ હવે પહેલાં જેવી વાત રહી નથી. મને ચીન્ટુ ખૂબ જ ગમે છે. હું ઘણીવાર તેને મળતો રહું છું.

સંજુ સાથે થયેલા પ્રોબ્લેમ અંગે વાત કરતાં ગુલશન કહે છે કે હું હંમેશાં તેને સાચી જ સલાહ અાપતો હતો, પરંતુ તેને એ વાત પસંદ નથી. તેથી તેણે એવા સંજોગો ઊભા કર્યા કે તેને સાચી સલાહ અાપતા લોકોથી તે દૂર રહી શકે. સંજય દત્તની બાયો‌િપકમાં તેનું પાત્ર રણબીર કપૂર ભજવી રહ્યો છે, જેના પિતાને સંજુ મારવા ગયો હતો, જોકે સંજયને પણ રણબીર ખૂબ જ પસંદ છે.
http://sambhaavnews.com/

You might also like