ગુલબર્ગ હત્યાકાંડમાં વધુ સુનાવણી સોમવારે

અમદાવાદઃ  વર્ષ 2002માં ગુલબર્ગ હત્યાકાંડમાં દોષીત 24 આરોપીઓને અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં સજા આપવા માટેની સુનાવણી સોમવારે કરવામાં આવશે. સોમવારના રોજ કોર્ટ સજાના એલાનની તારીખ નક્કી કરશે.

ગઇ કાલે  કોર્ટ પરિસરમાં આરોપીઓને લઇને આવવામાં આવ્યાં હતાં. બંને પક્ષો વચ્ચે આરોપીઓને સજા આપવા મામલે દલીલોનો દોર લાંબો ચાલ્યો હતો. જોકે આરોપીઓને સજા કરવા અંગેનો  નિર્ણય આજે લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આજે કોર્ટમાં આરોપીઓને બોલાવવામાં આવ્યા ન હતા. બંને પક્ષો વચ્ચે જ દલીલો ચાલી હતી.  દલીલોના અંતે કોર્ટે આગામી સુનાવણી સોમવાર પર રાખી છે. તે દિવસે કોર્ટ સજાની તારીખ નક્કી કરશે.

કોર્ટે આ મામલે 2 જૂને 36 આરોપિયોને છોડી મૂક્યા છે. જ્યારે 24 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. પહેલાં 6 જૂને તેમની સજા અંગે સૂનાવણી હતી. પરંતુ બાદમાં કોર્ટે 9 જૂનના રોજ વધુ સૂનાવણી હાથ ધરવા અંગેની જાહેરાત કરી હતી. જો કે આજે પણ કોર્ટે સજાનો નિર્ણય આજ પર છોડ્યો છે. ત્યારે વધુ સુનાવણી હવે આજે હાથ ધરાશે. જો કે આજે આરોપીઓને કોર્ટમાં લાવવામાં નહીં આવે.

આ મામલે સુનાવણી 2009થી શરૂ થઇ હતી. તે સમયે 66 આરોપીઓ હતા. જેમાંથી 4ના મોત થઇ ચૂક્યા છે. કોર્ટે 36 આરોપીઓને મુક્ત કર્યા છે. ગુલબર્ગ હત્યાકાંડમાં માર્યા ગયેલ કોંગ્રેસ સાંસ અહેસાન ઝાફરીની પત્ની ઝાકિયા ઝાફરીએ જણાવ્યું હતું કે તેઓ આ દિવસની લાંબા સમયથી રાહ જોઇ રહ્યાં છે. તેમણે ખુશી વ્યક્ત કરવા સાથે જણાવ્યું છે કે દરેક આરોપીઓને સજા મળવી જોઇએ. અહેસાન જાફરીના પુત્ર તનવીર જાફરીએ પણ જણાવ્યું છે કે તેઓ કોર્ટ પાસે યોગ્ય ન્યાયની આશા રાખીને બેઠા છે.

ઉલ્લેખનિય છે કે ગોધરા કાંડના બીજા દિવસે 28 ફેબ્રુઆરી 2002ના રોજ અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હુમલો થયો હતો. આ રમખાણોમાં કોંગ્રેસ સાંસદ અહસાન ઝાફરીનું મૃત્યુ થયું હતું.  હુમલામાં જાફરી સહિત 69 લોકોના મૃત્યુ થયા હતા.

You might also like