કોર્ટે નથી કર્યો ન્યાય : ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં જઇશ : જાકિયા

અમદાવાદ : ગુલબર્ગ સોસાયટી નરસંહાર મુદ્દે દોષીતોને આજે સજા ફટકારવામાં આવી હતી. જો કે સજા ફટકારાયા બાદ કોંગ્રેસી નેતા સાંસદ અહેસાન જાફરીનાં પત્ની જાકીયા જાફરી કોર્ટનાં ચુકાદાથી સંતોષ નથી. તેમણે ચુકાદા પર અસંતોષ પ્રકટ કરતા કહ્યું કે કોર્ટે તેમની સાથે અન્યાય કર્યો છે. તેમનું કહેવું હતું કે તેઓ એસઆઇટી કોર્ટનાં ચુકાદાની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરશે. એસઆઇટી કોર્ટે આજે પોતાનાં ચુકાદામાં ગુલબર્ગ સોસાયટી મુદ્દે 11 દોષીતોને ઉંમરકેદની સજા ફટકારી છે.

જાકિયાએ કોર્ટ દ્વારા એક દોષીતને 10 વર્ષની સજા અને અન્ય 12ને સાત સાત વર્ષી સજા ફટકારવા અંગે પોતાની નારાજગી સ્પષ્ટરીતે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે કોર્ટે આ દોષીતોને ઓછા આંક્યા અને તેઓને હત્યા માટે સજા નથી ફટકારી. ઉપરાંત જાકિયાએ 36 અન્યને આ મુદ્દે નિર્દોષ મુક્ત કરી દેવાનાં ચુકાદા અંગે પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સજા બાદ તેમણે પત્રકારોને કહ્યું કે તેઓ તે નથી સમજી શકતા તે શા માટે 11 દોષીતોને ઉંમર અને કેટલાકને માત્ર 7 વર્ષની કે જ ફટકારવામાં આવી છે. જ્યારે તે તમામ આરોપીઓ લોકોને મારીનાખનાર ટોળાનો હિસ્સો હતા.

આ ખોટો ન્યાય છે, કોર્ટે મારી સાથે ન્યાય નથી કર્યો. જકિયાએ કહ્યું કે જે સમયે હિંસક ભીડે સોસાયટી અને તેનાં પતિ પર હૂમલો કર્યો ત્યારે તે ત્યાં હાજર હતા. તે એક સાંસદ હતા. તેને ધારદાર હથિયાર વડે માર્યા બાદ રસ્તાની વચ્ચોવચ જીવતા સળગાવી દેવાયા હતા. આજે જે ચુકાદો આવ્યો છે તે આ સમગ્ર કાંડને અનુરૂપ સજા નથી. જાકિયા અનુસાર જે લોકોને છોડી મુકાયા છે તે તમામ પણ દોષીત છે અને તેમને પણ સજા થવી જોઇએ. તેમણે કહ્યું કે ન્યાય માટેની મારી લડાઇ ચાલુ રહેશે. આ 36 આરોપીઓને કેમ છોડી મુકાયા ? શું તેમણે સોસાયટીનાં કોઇ પણ નિવાસીને બચાવ્યા હતા ? તે પણ ભીડનો એક ભાગ હતા. હું આજનાં ચુકાદાથી સંતુષ્ટ નથી.

You might also like