સંઘની સરખામણી IS સાથે ક્યારેય નથી કરી : આઝાદ

નવી દિલ્હી : વિપક્ષ દ્વારા 16 માર્ચે પૂરા થતા રાજ્યસભાનાં બજેટ સત્ર પહેલા સત્રને બે દિવસ વધારવાની માંગણી કરી હતી. જો કે સરકારે આ માંગણી ફગાવી દીદી હતી. સૂત્રોનાં અુસાર વિપક્ષ આધાર બિલનાં મુદ્દે સરકારને ઘેરવા માંગે છે. બહુમતી હોવાનાં કારણે એનડીએ સરકારે આધાર બિલને લોકસભામાં પસાર કરાવી દીધું છે. આ વિશેનું નોટિફિકેશન રાજ્યસભાને સોમવારે મળ્યું છે. તેનાં બે દિવસ પછી 39 દિવસનું વેકેશન આવે છે.

લોકસભામાં આધાર બિલ પાસ થઇ ગયા બાદ તેને 15 દિવસની અંદર રાજ્યસભામાંથી પણ પાસ કરાવી દેવાનું હોય છે. જો આટલા સમયમાં બિલ પાસ ન થઇ શકે તો તેને મંજુર થયેલું માનવામાં આવે છે અને રાષ્ટ્રપતિ પાસે મોકલી દેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં એનડીએ સરકાર પાસે બહુમતી નથી. માટે રાજ્યસભામાં બિલ પાસ કરાવવું સરકાર માટે કાઠુ કામ છે.

સીપીએમ નેતા સીતારામ યેચૂરીએ કહ્યું કે આધાર બિલ સાબિત કરે છે કે રાજ્યસભામાં ધેરાયેલી સરકાર હવે સદનને બાયપાસ કરવા માંગે છે. રાજ્યસભામાં આજે સવારથી જ ભાજપ અને વિપક્ષ વચ્ચે આરએસએસ મુદ્દે હોબાળો થયો હતો. રાજ્યસભામાં કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદે આરએસએસની સરખામણી ISIS સાથે કરી હતી. જે અંગે ભાજપ દ્વારા સવાલો પેદા કરવામાં આવ્યા હતા.

ગુલામ નબી આઝાદે તેમનાં ખુલાસામાં એક સિડી રજુ કરી હતી. આ વિશે તેમણે કહ્યું હતુ કે મે આવું ક્યારે પણ કહ્યું નથી. તમે સીડી પણ જોઇ શકો છો. કાંઇ પણ ખોટું હોય તો તમે મારી સામે પ્રિવિલેજ મોશન લાગુ કરી શકો છો. મને સંસદની બહાર પણ કરી શકો છો. રાજ્યસભામાં ગુલામ નબી આઝાદનાં નિવેદન બાદ જેટલીએ વળતો પ્રહાર કર્યો હતો. જેટલીએ કહ્યું કે ISISશું છે તેની સ્પષ્ટ કલ્પનાં RSS છે. આજે વિશ્વને સૌથી વધારે જોખમ છે કે આઇએસઆઇએશ સાથે છે.

You might also like