ગુલાબની ખીર

સામગ્રી

4 કપ દૂધ

1 કપ ચોખા

1 ચમચી ઇલાયચી પાવડર

1 કપ ખાંડ

10 પીસ્તા

10 કિશમિશ

1 ચમચી ગુલાબજળ

1 ચમચી ગુલકંદ

10-12 ગુલાબની પાંખડીઓ

બનાવવાની રીતઃ દૂધને ઉંડા વાસણમાં મઘ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. જ્યારે દૂધ ઉકળવા લાગે ત્યારે તેમાં ખાંડ અને ચોખા મિક્સ કરો. ઉપરથી ઇલાયચી પાવડર નાંખીને 10 મિનિટ વધારે ચડાવો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. મિશ્રણને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ભાત ચડી ન જાય. હવે ખીરને ગેસ પરથી ઉતારી અને ઠંડી કરવા માટે ફ્રિજમાં મૂકો. સર્વ કરતા પહેલાં તેમાં ગુલાબ જળની પાંખડિયો, ગુલાબજળ અને ગુલકંદ મિક્સ કરો.

You might also like