ગુલ પનાગે પ્રેગ્નન્સીની વાત છુપાવી, છ મહિનાનાે થયો પુત્ર

મુંબઇ: બોલિવૂડ અભિનેત્રી ગુલ પનાગ એક પુત્રની માતા બની ચૂકી છે. તેના પુત્રનો જન્મ ગયા વર્ષે થયો હતો, પરંતુ ગુલે પોતાની પ્રેગ્નન્સીની વાત બધાંથી છુપાવીને રાખી છે. તાજેતરમાં પુત્રની સાથે ગુલની તસવીરો સામે આવી છે. તેનો પુત્ર છ મહિનાનો થઇ ચૂક્યો છે.

ગુલે પુત્રના જન્મ અંગે શા માટે સિક્રેટ રાખ્યું? તાજેતરમાં ગુલે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે હું અને મારા પતિ ઋષિ પ્રાઇવસી પસંદ કરીએ છીએ. માતા-પિતા બનવું એક સુંદર અહેસાસ છે. અમે પબ્લિકના એટેન્શનમાં આવીને કોઇ પણ પ્રકારની પરેશાનીમાં પડવા ઇચ્છતાં ન હતાં.

મારા ફેમિલી અને ફ્રેન્ડ્ઝને પુત્ર નિહાલ અંગે જાણ હતી, પરંતુ અમે સોશિયલ મીડિયા પર તે અંગે કંઇ પણ પોસ્ટ ન કર્યું. મારો દીકરો છ મહિનાનો થઇ ચૂક્યો છે અને અત્યાર સુુધીનો સમય ચઢાવ-ઉતારવાળો રહ્યો.

વધુમાં ગુલે જણાવ્યું હું મારા દીકરાની મસ્તી અને શરારતમાં ખોવાઇ જાઉં છું, પરંતુ તેના જમવાના અને સૂવાના ટાઇમને લઇ હજુ સ્ટ્રગલ ઘટી નથી. હું અને ઋષિ નિહાલની સાથે સમય વીતાવી રહ્યાં છીએ. પુત્રના નામ અંગે ગુલે કહ્યું કે અમારી પાસે ઘણાં નામનું લિસ્ટ હતું. નિહાલનો અર્થ ખુશી, જીત થાય છે. જે ભગવાનની કૃપાથી મળે છે. તેથી અમે નિહાલ નામ પસંદ કર્યું.
ગુલે ર૦૧૧માં પોતાના લાંબા સમયથી બોયફ્રેન્ડ ઋષિ અટારી સાથે લગ્ન કર્યાં હતાં. જે એક પાઈલટ છે. બોલિવૂડમાં સક્રિય રહેલી ગુલે મોટા ભાગે ઓફબિટ ફિલ્મોમાં જ કામ કર્યું, જેમાં ડોર અને ધૂપ ફિલ્મ સામેલ છે. ગુલ હંમેશાં સામાજિક કાર્યોમાં સામેલ રહી છે. હાલમાં તે એક એનજીઓ ચલાવી રહી છે. તે સામાજિક સમાનતા અને શિક્ષણ જેવા ક્ષેત્રમાં કામ કરે છે.

You might also like