નાનકડા જહાજમાં સમગ્ર વિશ્વમાં ઊડવા ઈચ્છે છે ગુલ પનાગ

મોડલ અભિનેત્રી અને રાજકારણી ગુલ પનાગ બ્યુટી ક્વીન પણ રહી ચૂકી છે. તેણે મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરી ચૂકી છે. હવે તે પોતાના સિંગલ ગીત ‘રસ્તાફરી’થી ગાયિકા પણ બની ચૂકી છે. તે કહે છે કે આ ગીતમાં સફર અંગેની વાત છે. સફર તમારી અંદર શું જગાવી શકે છે તેની વાત કરાઇ છે. સફર કેવી રીતે તમારો દૃષ્ટિકોણ બદલે છે અને તમને અહેસાસ કરાવે છે કે તમારી રોજિંદી સમસ્યાઓ કેટલી મહત્ત્વહીન છે.

ગુલ પનાગે વિવિધ પ્રોફેશનલ પ્રોજેક્ટના માધ્યમથી એકલાં ઘણી સફર કરી છે. શું હજુ કંઇ બાકી છે? તે કહે છે કે હું એક નાનકડા જહાજમાં સમગ્ર વિશ્વનો ઉડાડવા ઇચ્છું છું. મને પાઇલટનું લાઇસન્સ મળવા જઇ રહ્યું છે. ત્યાર બાદ હું હવાઇ જહાજ ઉડાડીશ. ગુલ પનાગ સોશિયલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ છે. તે કહે છે કે સૂચનાનાં અન્ય માધ્યમોની જેમ સોશિયલ મીડિયાના પોતાના લાભ અને ખામીઓ પણ છે, પરંતુ મને વિશ્વાસ છે કે સોશિયલ મીડિયાએ કન્ટેન્ટનું લોકતાંત્રીકરણ કરી દીધું છે, જેના કારણે કેટલાક લોકોનું વર્ચસ્વ રહ્યું નથી. ફિટનેસની બાબતમાં પણ ગુલ પનાગ ખૂબ એક્ટિવ રહે છે. તે ફિટનેસ પર એક પુસ્તક લખી રહી છે આ ઉપરાંત એક ટેક કંપની પણ ચલાવે છે, જે ફિટનેસ એપ બનાવે છે. •

You might also like