ગુજરાતમાં દલિતોનું હિંસક વલણ, ઠેરઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદઃ દલિતો પર થયેલા અત્યાચારનો મામલો હિંસક બની રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારોમાં તોડફોડ અને આગચંપ્પીના બનાવો સામે આવ્યાં છે. જામનગરમાં મોડી રાત્રે સ્થાનિકો અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. જામગરના શંકર ટેકરી વિસ્તારમાં પોલીસે હિંસક ભીડ પર કાબુ મેળવવા માટે 5 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. આ દરમ્યાન રાજ્ય પરિવહન બસોને પણ સ્થાનિકો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. જેના કારણે બસ ડ્રાઇવર અને મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. આ ઉપરાંત સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને પણ નિશાન બનાવવામાં આવી હતી.

રાજકોટમાં દલિતોનું ઉગ્રસ્વરૂપ જોવા મળ્યું હતું. રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રદર્શનકારીઓએ તોડફોડ કરી છે. રાજકોટના ધોરાજીમાં બે સરકારી બસોને આગચંપી કર્યા બાદ રાજકોટ બીઆરટીએસ ટ્રેકને નિશાન બનાવવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામણી એસપીની ગાડી પણ આ હિંસાની ઝપેટમાં આવી હતી. ઉપદ્રવીઓએ ગાડીના કાચ તોડી નાખ્યા હતા. તો દલિત હિંસા મામલે રાજકારણ પણ ગરમાયું છે.

અમદાવાદમાં ઓબીસી એક્તામંચ ગાંધી આશ્રમ ખાતે ઘરણા પર બેઠા છે. આ સિવાય દલિત સમુદાયે પણ રેલી યોજી છે. રાજનીતિક દળોએ લોકોને શાંતી જાળવી રાખવા અપીલ કરી છે. કોંગ્રેસનું પ્રતિનિધિ મંડલ રાજ્યપાલને જ્ઞાપન સોપશે. તો દલિત મામલે સીબીઆઇ તપાસ સક્રિય બની છે. યુપીના પૂર્વમુખ્યમંત્રી માયવતીએ પણ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.

દલિત અત્યાચાર મામલે હિંસક પ્રદર્શન જોતા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો છે. ઉલ્લેખનિય છે કે 11 જુલાઇએ ઉનામાં 4 દલિતોને કાર સાથે બાંધીને માર મારવામાં આવ્યો હતો. દલિતોને મારમારવાનો આરોપ શિવસેના કાર્યકર્તા પર લગાવવામાં આવ્યો છે. દલિતો પર મરેલા પશુઓનું ચામડુ ઉતારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યાર બાદ દલિતો પર અત્યાચારના વિરોધમાં એક સાથે સાત લોકો સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. રાજ્ય સરકારે સીઆઇડને તેની તપાસ સોંપી છે.

You might also like