બ્લૂ વ્હેલ ગેમની માહિતી આપનારને મળશે રૂ.1 લાખનું ઇનામ

બ્લૂ વ્હેલ ગેમ પર ગુજરાત સરકારે પ્રતિબંધ લગાવ્યો છે તેમ છતાં તેને રમવાવાળાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. પરંતુ ગુજરાત સરકારે બ્લૂ વ્હેલ ગેમને લઇ એક હેલ્પલાઇન શરૂ કરેલ છે. આ હેલ્પલાઇન નંબર પર કોઇ પણ વ્યક્તિ બ્લૂ વ્હેલ ગેમને લગતી કોઇ પણ જાણકારી આપી શકે છે.

બ્લૂ વ્હેલ ગેમને લઇને ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે રાજય સરકાર આ મામલાને લઇને હાલ ચિંતિત છે અને આ ગેમને લઇ બ્લૂ વ્હેલની લિંક ક્યાંથી મળે છે અને કોણ આને રમી રહ્યું છે તેવી માહિતી આપનારને રૂ. 1 લાખનું ઇનામ આપવામાં આવશે તેમજ આત્મહત્યાની દુષપ્રેરણા કરાવતી ગેમનાં પગપેસારા સામે સરકાર ચિંતિત છે.

આ સિવાય બ્લૂ વ્હેલ ગેમને લઇ જાણકારી આપનાર વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. ગુજરાત સરકાર બ્લૂ વ્હેલ ગેમને સંપૂર્ણ રીતે રોકવાની કોશિશ કરી રહી છે જેથી યુવા લોકો આ ગેમ ના રમે અને સાથે કોઇ દુર્ઘટના પણ ન બને. થોડાંક દિવસો પહેલાં ગુજરાતનાં બનાસકાંઠાનાં એક યુવકે બ્લૂ વ્હેલ ગેમનો છેલ્લો ટાસ્ક પૂર્ણ કરવા માટે અમદાવાદમાં સાબરમતી નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી.

ગાંધીનગર: બ્લૂ વ્હેલ રમાડનાર મુખ્ય ક્યુરેટર અંગે મહત્વની જાહેરાત
ક્યુરેટરની માહિતી આપનારને મળશે રૂ.1 લાખનું ઈનામ
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી જાહેરાત
આત્મહત્યાની દુષ્પ્રેરણાનાં કારણે ગેમ પર પ્રતિબંધ: પ્રદિપસિંહ

You might also like