ગુજકેટનું પરિણામ જાહેર

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર જાહેર કરાયું છે. ડિગ્રી એન્જિનિયરિંગ તથા ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ માટે જરૂરી ગુજકેટની પરીક્ષા ૧.૩૪ લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. ‘એ’ ગ્રૂપના ૬૭ હજાર, ‘બી’ ગ્રૂપમાં ૬૬ હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ફિઝિક્સ-કેમિસ્ટ્રીના પેપરમાં એક પ્રશ્નમાં ભૂલ હોઈ તમામ વિદ્યાર્થીઓને એક ગુણ અપાયો છે. બાયોલોજીના અંગ્રેજી મીડિયમના પ્રશ્નપત્રમાં એક પ્રશ્નની ભૂલ હોઈ તમામ વિદ્યાર્થીઓને એક માર્ક આપી દેવાયો છે. વિદ્યાર્થીઓને આજે જ માર્કશીટ આપી દેવાશે.

‘એ’ ગ્રૂપમાં ૬૬૫ વિદ્યાર્થીઓ અને ‘બી’ ગ્રૂપમાં ૬૬૨ વિદ્યાર્થીઓએ ૯૯થી વધુ પર્સેન્ટાઇલ રેન્ક મેળવ્યો છે. શૂન્યથી ઉપર પર્સેન્ટાઇલ રેન્ક મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. ‘એ’ ગ્રૂપમાં ૬૬,૮૪૯, જ્યારે ‘બી’ ગ્રૂપમાં ૬૫,૯૧૭ વિદ્યાર્થીઓને શૂન્યથી ઉપરના પર્સેન્ટાઇલ રેન્કમાં છે.

પર્સન્ટાઇલ રેન્કના વિતરણ મુજબ ઉમેદવારોની સંખ્યા
પર્સેન્ટાઇલ રેન્ક ‘એ’ ગ્રૂપ ‘બી’ ગ્રૂપ
૯૯થી ઉપર ૬૬પ ૬૬ર
૯૮થી ઉપર ૧૩૪૦ ૧૩૧ર
૯૬થી ઉપર ર૭૧ર ર૬પ૬
૯રથી ઉપર પ૩પ૧ પર૯૩
૯૦થી ઉપર ૬૭૦૦ ૬પ૯૦
૮પથી ઉપર ૧૦૦૬૯ ૯૯૧૮
૮૦થી ઉપર ૧૩૪૧૦ ૧૩ર૩૭
૭પથી ઉપર ૧૬૮ર૬ ૧૬પ૪ર
૭૦થી ઉપર ર૦ર૩૬ ૧૯૮પ૦
૬પથી ઉપર ર૩૪૭૪ ર૩૩૯ર
પ૦થી ઉપર ૩૪૧૧૩ ૩૩૦૦૧
૪૦થી ઉપર ૪૦૭૧પ ૩૯૬ર૪
૩૦થી ઉપર ૪૭૮૪૯ ૪૬૭પ૪
ર૦થી ઉપર પ૩૭૬૧ પ૩૦૪૭
૦૦થી ઉપર ૬૬૮૪૯ ૬પ૯૧૭
http://sambhaavnews.com/

You might also like