ગુજરાતીઓના હાર્ટની ઉંમર તેમની વય કરતાં ૧૦ વર્ષ અધિક

ગુજરાતી લોકો ખાવા-પીવાના શોખીન હોય છે અને એથી તેઓ શારીરિક સ્વાસ્થ્ય પ્રતિ બેદરકાર રહે છે. આના કારણે તેમની વયના પ્રમાણમાં હાર્ટની ઉંમર વધી જાય છે. અમદાવાદની યુ.એન. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કા‌ર્ડિયોલોજીના ડોક્ટરોએ આશરે ર૪૮૩ લોકોના હાર્ટ પર સર્વે કર્યો હતો અને એમાં આ વિગત જાણવા મળી છે.

ગુજરાતીઓમાં બ્લડ પ્રેશર, હાઇ કોલૅસ્ટ્રોલ અને ડાયાબિટીસ જેવા રોગ દેખાય છે. તેમના પેટ પર ચરબીના થર જામેલા હોય છે. આના કારણે તેમને હાર્ટ સંબંધી ફરિયાદો રહે છે.

આ તમામ કારણોના લીધે ગુજરાતીઓની ફિઝિકલ વયના પ્રમાણમાં હાર્ટની ઉંમર ૧૦ વર્ષ વધારે છે. આ સર્વેનો સંદેશ છે કે ગુજરાતીઓએ હાર્ટ સંબંધી બીમારીમાં બેદરકાર રહેવું જોઇએ નહીં.

You might also like