સસ્પેન્સ અને રોમાન્સથી ભરપૂર છે ફિલ્મ ‘Superstar’

હવે અર્બન ગુજરાતી ફિલ્મોનો એક નવો યુગ શરૂ થયો છે. દર્શકો હવે ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષિત થઇ રહ્યા છે. એક પછી એક નવા અને અલગ-અલગ વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી જ એક ગુજરાતી ફિલ્મ ‘સુપરસ્ટાર’ બોક્સ ઓફિસ પર આજે રિલીઝ થઇ છે. તો આવો જાણીએ ફિલ્મના રિવ્યુ વિશે.

નવકાર ઈવેન્ટ્સ પ્રા.લિ. દ્ધારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર એક મ્યુઝિકલ થ્રિલર ડ્રામા ફિલ્મ છે. ફિલ્મનું દિગ્દર્શન ભાવિન વાડિયાએ કર્યું છે. આ ફિલ્મમાં હોલિવૂડમાંથી એક્ટિંગની ટ્રેનિંગ મેળવી રહેલ ધૃવિન શાહ અને ઈન્ડિયન ટેલિવિઝનમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવનાર રશ્મિ દેસાઈ આ ફિલ્મમાં મેઈન રોલમાં છે.

ફિલ્મની સ્ટોરીની વાત કરવામાં આવે તો રિશી કાપડીયા બોલીવૂડનો સુપરસ્ટાર છે. તેની પાસે તમામ ખુશીઓ છે. તે તેની પત્ની અંજલીને ખુશ રાખવા માટે તમામ પ્રયત્નો કરે છે. બંનેનું જીવન એકદમ સુખમય ચાલી રહ્યું હોય છે અને ત્યાં અચાનક એવી ઘટના આકાર લે છે કે તેમના જીવનમાં એક નવો વળાંક આવે છે. ફિલ્મની સ્ટોરીમાં આગળ ઘણા ટ્વીસ્ટ આવે છે અને તે જોવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.

જો એક્ટિંગની વાત કરવામાં આવે તો ધ્રુવિન શાહ અને રશ્મી દેસાઈની એક્ટિંગ વખાણવા લાયક છે. ફિલ્મનું મ્યુઝીક પણ ઘણું સારું છે. ઓવરઓલ ફિલ્મ ‘સુપરસ્ટાર’નો રિવ્યુ ઘણો સારો છે તો તમારા નજીકના સિનેમાઘરોમાં જઇને ફિલ્મ જોવાનું ચૂકતા નહીં.

You might also like