મૂર્ધન્ય કવિ અને સાહિત્યકાર નિરંજન ભગતનો જીવનદીપ બૂઝાયો

અમદાવાદઃ ગુજરાતી સાહિત્યનાં મૂર્ધન્ય સાહિત્યકાર તેમજ ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યનાં ભાવકોની બબ્બે પેઢી જેમને “ભગતસાહેબ”નાં આદરસૂચક નામથી ઓળખે છે તેવાં કવિ નિરંજન ભગતનું અવસાન થયું છે.

તેઓ હૃદયરોગનની સમસ્યાને લઈને બે દિવસથી સારવાર હેઠળ હતાં. નિરંજન ભગતનું અવસાન થતાં જ સાહિત્ય જગતને ક્યારેય ન પૂરી શકાય તેવી મોટી ખોટ પડી છે.

92 વર્ષની જૈફ વયે તેમનાં આ અવસાનથી તેમનાં પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય છે કે, થોડાં દિવસ પહેલાં સાહિત્ય પરિષદની બેઠકમાં પરિષદની સ્વાયત્તતાને લઈને ચાલતી બેઠકમાં જ તેમને બ્રેઈનસ્ટ્રોકનો હૃદયનો હુમલો આવ્યો હતો. ત્યારથી તેઓ સારવાર હેઠળ હતાં.

You might also like