ગુજરાતી જિતેશ ગઢિયા બ્રિટનના યુવા MP બન્યા, મોદીના છે ખાસ

લંડનઃ બેંકર જિતેશ ગઢિયાએ બ્રિટના હાઉસ ઓફ લોડ્સમાં બ્રિટિશ ભારતીય સાંસદ તરીકે શપથ લીધા છે. તે સૌથી નાની ઉંમરના MP છે. તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બ્રિટનના પૂર્વ પ્રધાનમંત્રી ડેવિડ કેમરનના અંગત છે. બ્રિટિશ સંસદના અપર હાઉસમાં ભારતીય મૂળના લગભગ 20 સાંસદ છે.

જીતેશ ગઢિયાએ ક્વીન એલિઝાબેથ-2 માટે ઇમાનદારીના શપથ ભારતના પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ પર હાથ રાખીને લીધા હતા. તેને દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. તેનો ઇતિહાસ 1500 BCથી શરૂ થાય છે.

બ્રિટનની સંસદમાં નવા સભ્યોને બાઇબલ સિવાય અન્ય ધર્મગ્રંથ પસંદ કરવાની અનુમતી નથી. જોકે આ પહેલાં કોઇ પણ બ્રિટિશ ભારતીયએ ઋગ્વેદની સાથે શપથ લીધા નથી.

ગઢિયા ગુજરાત સાથે સંબંધ ધરાવે છે. તેઓ બે વર્ષના હતા ત્યારે બ્રિટન આવ્યા હતા. તેઓ બ્રિટન અને ભારતની વચ્ચે મોટા રોકાણમાં પણ જોડાયેલા છે. ગત વર્ષે જ્યારે નરેન્દ્ર મોદી લંડન આવ્યા ત્યારે જીતેશે જ તેમનું ભાષણ લખ્યું હતું. તે નરેન્દ્ર મોદીના નિકટ છે.

જિતેશ ગઢિયા યૂરોપમાં ફાઇનેન્શ કંપની એબીન અને બારક્લેસની સાથે પણ કામ કરી ચૂક્યા છે. ટાટા સ્ટીલની બ્રિટેનની કોરસની ખરીદીમાં થયેલે ડીલમાં મહત્વપૂર્ણ યોગદના જિતેશનું રહ્યું છે.

બ્રિટિશ સંસદમાં સાંસદ તરીકે શપથ લેતા જિતેશે જણાવ્યું છે કે તેઓ એવા સમયે સંસદમાં જોડાયા જ્યારે બ્રેગ્જિટ બાદ બ્રિટન તેના ઇતિહાસના મહત્વના તબક્કે છે. તેઓ ફાયનાશ્યિલ સર્વિસિઝ સેક્ટર માટે ભવિષ્યમાં કેટલીક સંભાવનાઓ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે.

You might also like