અમેરિકામાં ગુજરાતી યુવતી બની વંશીય ભેદભાવનો ભોગ

અમદાવાદ : કેન્સાસમાંવધારે એક ભારતીય અને ગુજરાતી વંશીય ભેદભાવનો શિકાર બની છે. ન્યૂયોર્કની એક ટ્રેનમાં ભારતીય યુવતી સાથે ખરાબ વર્તનનો કિસ્સો સામે આવ્યો છે. પીડિતા એકતા દેસાઇએ સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. એકતાએ આ વીડિયો 22 ફેબ્રુઆરીના રોજ પોસ્ટ કર્યો હતો. નોંધનીય છે કે, તે જ દિવસે ભારતીય મુળનાં એન્જિનિયર શ્રીનિવાસન કુચીભોતલાની હત્યા પણ થઇ હતી.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક આફ્રિકન અમેરિકન વ્યક્તિ એકતા ઉપરાંત અન્ય એક એશિયન યુવતી સાથે ખરાબ વર્તન કરી રહ્યો છે. યુવતીઓને ગંદી ગાળો ભાંડી રહ્યો છે. સોશિયલ મીડિયામાં હાલ આ વીડિયો વાઇરલ થયો છે. ટ્રેનમાં તે સમયે 100થી વધારે મુસાફરો હતા. તે હેડફોનમાં ગીતો સાંભળી રહી હતી. ત્યારે તેણે જોયું કે એક આફ્રીકન તેને કંઇ કરી રહ્યો છે. એક્તાએ પહેલા તો ન જોયું કે ન કોઇ રિએક્શન આપ્યું. એકતાએ માત્ર તેનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો હતો. એકતાએ આ ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.

યુવક એકતાને પોતાનાં દેશમાં પાછા જતા રહેવા માટે પણ કહી રહ્યો હતો. પછી એક અન્ય યુવતી સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. એકતા પહેલા તો ચૂપ રહી હતી પરંતુ જ્યારે તેણે પોલીસને ફરિયાદ કરવાની ધમકી આપી, તો યુવક બુમો પાડવા લાગ્યો. તેણે કહ્યું કે તે કોઇને ટચ નથી કરી રહ્યો. માત્ર તેની વાત કહી રહ્યો છે. 15 મિનિટના આ બનાવ બાદ યુવક તેના મિત્રો સાથે શાંતિથી જતો રહ્યો હતો.

નોંધનીય છેકે એકતા દેસાઇ મુળ મુંબઇની રહેવાસી છે. કર્ણાટકની SDM કોલેજ ઓફ ફિઝિયોથેરાપીમાંથી બેચલ અને કેલિફોર્નિયા લોમા લિન્ડા યુનિવર્સિટીમાંથી ફિઝિકલ થેરાપીમાં ડોક્ટરી કરી છે. એકતા બાસ્કેટ બોલની સારી ખેલાડી તેને 2010માં રાજીવ ગાંધી યુનિવર્સિટીમાં ઇન્ટર યુનિવર્સિટી બાસ્કેટ બોલનો એવોર્ડ મેળવ્યો છે. હાલ તે અફર ઇસ્ટ સાઇડ રિહેબિટેશન સેન્ટર ખાતે ફિઝિયોથેરપીસ્ટ છે.

You might also like