કોલેજોએ વિદ્યાર્થીની હાજરીની વિગત ઓનલાઈન GTUને મોકલવી પડશે

અમદાવાદ: ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી અમદાવાદ, સહિતના ભાગોમાં ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી-ફાર્મસી-એમબીએ-સહિતની વિદ્યાશાખાની ૪૮૬ કોલેજ આવેલી છે. કોલેજોના ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ સેેમેસ્ટરના આશરે પ લાખથી વધુ વિદ્યાર્થીઓમાંથી ૪૧ હજાર વિદ્યાર્થીને ઓછી હાજરીના કારણે પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા, જેના કારણે જીટીયુએ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીને લઈ કડક વલણ અપનાવ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતની કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રથી દસ સપ્તાહ કે પછી દર મહિને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઇન મોકલવાનો આદેશ આપવામાં આવશે, જેના માટે અાગામી દિવસોમાં કોલેજને પરિપત્ર પણ મોકલવામાં આવશે.

કોલેજોમાં અંદાજે પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. હાલ ચાલી રહેલી વિન્ટર એક્ઝામમાં ઇજનેરી-ફાર્મસી-એમબીએ-આર્કિટેક્ચર સહિતની વિદ્યાશાખાના ૪૧ હજારથી વધુ વિદ્યાર્થીઓની ૭પ ટકા કરતાં ઓછી હાજરીના કારણે તેમને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા ન હતા. આવી પરિસ્થિતિ ફરી ન સર્જાય તે માટે યુનિ.એ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે.

You might also like