ગૂજરાત વિદ્યાપીઠના ખાદી ભંડારમાંથી ૪૬ હજારની ચોરી

અમદાવાદ: અમદાવાદના આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠના ખાદી ભંડારમાંથી રોકડ રકમની ચોરીનો બનાવ બન્યો છે. તસ્કરોએ પતરું ઊંચું કરી અંદર પ્રવેશ કરી રૂ.૪૬,રર૦ની રોકડ રકમની ચોરી કરી હતી. શો-રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી તેઓ ફરાર થઇ ગયા હતા. વાડજ પોલીસે આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ આશ્રમરોડ પર આવેલી ગૂજરાત વિદ્યાપીઠના સંકુલમાં ગૃહલક્ષ્મી ખાદી ગ્રામોદ્યોગ ભંડાર નામનો શો-રૂમ આવેલો છે. બુધવારે નિત્યક્રમ મુજબ શો-રૂમ બંધ કરવામાં આવ્યો હતો. દરમિયાનમાં મોડી રાતે અજાણ્યા શખ્સે શો-રૂમની છતનું પીઓપી તોડી પતરું ઊંચું કરી અંદર પ્રવેશ કરી કાઉન્ટરમાં રહેલ રોકડ રૂ.૪૬,રર૦ની ચોરી કરી હતી. તસ્કરે શો-રૂમમાં લાગેલા સીસીટીવી કેમેરા પણ તોડી નાખ્યા હતા. બીજા દિવસે સવારે જ્યારે શો-રૂમ ખોલવામાં આવ્યો ત્યારે દુકાનમાં ચોરીની જાણ થઇ હતી. આ અંગે વાડજ પોલીસને જાણ કરાતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મેનેજર ની‌િતનભાઈની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like