વિધાનસભાની બેઠક નવા સમય મુજબ, પ્રશ્નોતરીમાં મહેસુલ, શ્રમ અને રોજગાર પર ચર્ચા

રાજ્યમાં વિધાનસભાની બેઠકને લઇને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. આમ, આજથી વિધાનસભાની બેઠક નવા સમય મુજબ મળશે. ગુજરાત વિધાનસભામાં પ્રથમ બેઠકનો સમય સવારે 9-30 વાગ્યનો રહેશે. જ્યારે બીજી બેઠકનો સમય બપોરે 3 થી સાંજે 7-30 વાગ્યા સુધીનો રહેશે.

આજે પ્રશ્નોતરીકાળમાં મહેસુલ, શ્રમ અને રોજગાર પર ચર્ચા થશે. આ વિધાનસભા બેઠકમાં યાત્રાધામ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારોના પ્રશ્નો પર ચર્ચા થશે. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ વાર ગૃહની કાર્યવાહીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વિધાનસભાનો સમય બદલવા માટે બંને પક્ષના ધારાસભ્યોએ અગાઉ રજૂઆત કરી હતી.

You might also like