વિધાનસભામાં હતાશ કોંગ્રેસની નકારાત્મક ભૂમિકાઃ ભાજપ

અમદાવાદ: શરૂ થયેલા વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસે તેની નકારાત્મક માનસિકતાને પુનઃ પ્રદર્શિત કરી ગૃહના કામકાજમાં વિક્ષેપ ઊભો કર્યો હતો.  કોંગ્રેસ હંમેશા એક સકારાત્મક વિરોધપક્ષની ભૂમિકા અદા કરી ગુજરાતના વિકાસમાં ભાગીદાર બનવાને બદલે વિકાસ આજે અવરોધો ઊભા કરે છે. તેમ પક્ષના પ્રદેશ પ્રવક્તા આઈ. કે. જાડેજાએ જણાવ્યું હતું.

જાડેજાએ ઉમેર્યું હતું કે, વિધાનસભાના સત્ર દરમ્યાન પ્રજાકીય બાબતોને ઉજાગર કરવાને બદલે માત્રને માત્ર રાજકીય રોટલો શેકવાનો કોંગ્રેસ છેલ્લા કેયલાય વર્ષોથી પ્રયત્ન કરે છે. કોંગ્રેસ હંમેશા નકારાત્મક દૃષ્ટિકોણથી વર્તે છે. રાજ્યના પ્રજાજનો કોંગ્રેસને ખૂબ સારી રીતે ઓળખે છે એટલે કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ છે.

પોતાની રાજકીય લાલસામાં મસ્ત કોંગ્રેસને પછડાટ મળતી હોવાથી હતાશ કોંગ્રેસ ગૃહની કાર્યવાહી ખોરવવાનો પ્રયત્ન કરે છે. આજે પણ કોંગ્રેસે રાજ્યપાલના વક્તવ્ય દરમ્યાન વિક્ષેપ ઊભો કરી કોંગ્રેસની હતાશા વ્યક્ત કરી હતી. આમ કોંગ્રેસ રાજકીય લાલસામાં મસ્ત બનીને નકારાત્મક ભૂમિકા ભજવી રહી છે.

You might also like