ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે પોલીસ મિત્ર બની શકશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા સમાજના લાભ માટે રિસર્ચ દ્વારા સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે વિદ્યાર્થીઓના જ્ઞાનને ઉપયોગમાં લેવા ગુજરાત યુનિવર્સિટી કન્સલ્ટન્સી સેલ (જીયુસીસી)ની રચના કરી છે. આ અંતર્ગત પોલીસ વિભાગની જરૂરિયાતને અનુસંધાને વિદ્યાર્થીઓ રિસર્ચ કરશે. ઉપરાંત પોલીસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની મદદ લેશે. વોલેન્ટિયર તરીકે અને યુવાનો અને પોલીસ વચ્ચે સકારાત્મક વાતાવરણ ઊભું કરવા વિદ્યાર્થીઓની મદદ લેશે. પોલીસ મિત્ર તરીકે જોડાઈ પોલીસની મદદ કરનાર વિદ્યાર્થીને હાજરી તેમજ માર્કસમાં પણ ક્રેડિટ અપાશે. તેમ ઈન્ચાર્જ કુલપતિ એચ.એ.પંડ્યાએ જણાવ્યું હતું.

પોલીસ કમિશનર એ.એ. સિંઘે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ પોલીસ સાથે મળીને અને પોલીસ માટે રિચર્સ કરશે. જેથી યુવાનો ગેરકાયદે કામ અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતાં અટકશે. યુનિ.ના વિદ્યાર્થીઓ પોલીસ મિત્ર બનીને કામ કરશે અને પોલીસ માટે રિસર્ચ કરશે. શાહીબાગ હેડકવાર્ટર્સ ખાતે બનનારી નવી પોલીસ કમિશનર ઓફિસ અંગે તેઓએ જણાવ્યું હતું કે અત્યાધુનિક સુવિધાવાળી આ ઓફિસ બનશે. ગ્રાઉન્ડ ફલોર પર લોકોને સ્પર્શતી શાખાઓ રાખવામાં આવશે.

પોલીસ કર્મીઓનાં રહેણાક ઉપરાંત પોલીસ ગાર્ડન, ફાઉન્ટન, પોલીસ માર્કેટ અને ચિલ્ડ્રન પાર્ક પણ બનાવવામાં આવ્યો છે. દરેક સુવિધાઓનો પોલીસ લાભ મેળવી શકે તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. ટ્રાફિક પોલીસ બંદોબસ્તમાં વ્યસ્ત હોઈ ટ્રાફિક સમસ્યા ઊભી થતી હોય છે. જેથી યુનિ.ના વિદ્યાર્થીઓની મદદ લઈ અને ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન પણ કરવામાં આવશે. પોલીસ દ્વારા વિદ્યાર્થીઓની મદદથી યુવાનો અને પોલીસ વચ્ચે સંકલન સાધવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like