વિદ્યાર્થીઓ ૩.૬૦ લાખ પુસ્તકોની માહિતી હવે ઓનલાઈન જોઈ શકશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી લાઇબ્રેરી વિભાગ દ્વારા રિમોટ એક્સની ફેસિલિટી શરૂ કરવામાં આવી છે, જેના કારણે યુનિવર્સિટીની ૩૦૦થી વધુ કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ૧ લાખથી વધુ ઇ-બુક્સ ઓનલાઈન વાંચી શકશે. આ ઉપરાંત ૩.૬૦ લાખ પુસ્તકોની માહિતી મેળવી શકશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. એમ. એન. પટેલ દ્વારા ઈ-કન્ટેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીને કમ્પ્યૂટરાઈઝ્ડ અને ‌િડજિટલાઈઝ્ડ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં અાવ્યો છે, જેના ભાગરૂપે યુનિવર્સિટીના લાઈબ્રેરી વિભાગના વડા ડૉ. યોગેશ પારેખ દ્વારા રિમોટ એક્સ ફેસિલિટી અોફ ગુજરાત યુનિવર્સિટી લાઈબ્રેરીનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે.

અા પાઇલટ પ્રોજેક્ટમાં હાલના તબક્કે ગુજરાત યુનિવર્સિટીનાં 56 ભવન અને તેના અધ્યાપકોને સાંકળી લેવામાં અાવ્યા છે. અાગામી બે-એક મહિનામાં યુનિવર્સિટીની તમામ કોલેજો અને તેના વિદ્યાર્થીઅો માટે અા સુવિધા શરૂ કરવામાં અાવશે.
અા અંગે યુનિવર્સિટી લાઈબ્રેરીના ઈન્ચાર્જ લાઈબ્રે‌િરયન ડૉ. યોગેશ પારેખે જણાવ્યું હતું કે અા પ્રોજેક્ટ દ્વારા વિદ્યાર્થીઅો અને અધ્યાપકોને એકેડેમિક રિસર્ચ સહિતનો ડેટાબેઝ મળશે, જેમાં ગુજરાત યુનિવર્સિટીનાં 3.60 લાખ પુસ્તકોની માહિતી ઉપરાંત વિશ્વભરની એક લાખથી વધુ ઈ-બુક્સ તેમજ ૮પ૦૦થી વધુ જર્નલ જોઈ શકાશે.

અા માટે દરેક કોલેજ અને વિદ્યાર્થીઅોને એક યુઝર નેમ અને પાસવર્ડ અપાશે, જેના દ્વારા વિદ્યાર્થી વિશ્વભરની ઈ-બુક્સ સહિતની બુક્સનો ઘેરબેઠાં ઉપયોગ કરી શકશે. હાલમાં યુનિવર્સિટીના પી.જી. વિભાગનાં ભવન અને તેમના અધ્યાપકોને અા સુવિધા ઉપલબ્ધ કરાઈ છે, જે સફળ રહી છે. અાગામી બે મહિનામાં અમદાવાદ શહેરની 150થી વધુ કોલેજો સહિત યુનિવર્સિટીની તમામ કોલેજોમાં અા સુવિધા ઉપલબ્ધ કરાવાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ એમ. એસ. યુનિવર્સિટી દ્વારા સુવિધા શરૂ કરાઈ હતી, જોકે તેમાં તેને સફળતા મળી ન હતી. અા ઉપરાંત અાઈઅાઈએમ-એમાં અા સુવિધા છે, પરંતુ તે ફ્ક્ત કેમ્પસ પૂરતી સીમિત હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like