ગુજરાત યુનિ.માં કાલથી સ્ટાર્ટ અપ મિશનનો પ્રારંભ

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા અાવતી કાલથી ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ આંત્રપ્રિનિયોરશિપ કાઉન્સિલનો રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં અાવશે. અા કાઉન્સિલ દ્વારા વિદ્યાર્થીઓને ઉદ્યોગ શરૂ કરવા માટે ઉદ્યોગપતિઅો અને વિદ્યાર્થીઅોનો મિલાપ કરાવાશે. અા કાઉન્સિલ જોબ ફેર અને જોબ પ્લેસમેન્ટ જેવી કાર્યવાહી કરશે.

કેન્દ્ર સરકારની સ્ટાર્ટ અપ પોલિસીને અનુલક્ષીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટ અપ એન્ડ આંત્રપ્રિનિયોરશિપ કાઉન્સિલની રચના કરવામાં અાવી છે. અા કાઉન્સિલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઅોને પોતાના પગભર થવા માટે અને ઉદ્યોગ શરૂ કરવા માટે મદદરૂપ થશે. અા કાઉન્સિલ દ્વારા જે તે વિદ્યાર્થીઅોને પોતાનો ઉદ્યોગ શરૂ કરવા માટે નાના મોટા ઉદ્યોગપતિઅોને બોલાવવામાં અાવશે.

‍અાવા ઉદ્યોગપતિઅો સંબંધિત વિદ્યાર્થીઅોને તેનો ઉદ્યોગ શરૂ કરવા માટે જરૂરી મદદ અને સહાય ક્યાંથી અને કેવી રીતે મળી શકે તે અંગેનું માર્ગદર્શન અાપશે. અા કાઉન્સિલને યુનિવર્સિટી કેમ્પસમાં કેમિસ્ટ્રી બિલ્ડિંગની બાજુમાં અાવેલી યુસિક બિલ્ડિંગમાં શરૂ કરવામાં અાવ્યું છે.  અા કાઉન્સિલના હેડ તરીકે ડો. હિમાંશુ પંડ્યાની હાલના તબક્કે નિમણૂક કરવામાં અાવી છે તેમજ અા કામગીરી માટે પ્રથમ તબક્કે બેથી ત્રણ કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.

અા પ્રસંગે યુનિવર્સિટી દ્વારા વિવિધ વિભાગો જેવા કે માઈક્રોબાયોલોજી, બાયો કેમેસ્ટ્રી, ફોરેન્સિક સાયન્સ, મનોવિજ્ઞાન, ફિલોસોફી, શિક્ષણશાસ્ત્ર વિભાગના રૂ. ત્રણ કરોડના ખર્ચે કરાયેલા નવીનીકરણ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ભૂમિ
પૂજનના કાર્યક્રમનું અાયોજન કરાયું છે.

You might also like