ગુજરાત યૂનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસરનો દાવો- PMની ડિગ્રીમાં છે મોટી ભૂલ

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માસ્ટરની ડિગ્રીને લઇને ફરી એકવાર નવો વિવાદ ઉભો થયો છે. ગુજરાત યૂનિવર્સિટીના રિટાયર્ડ પ્રોફેસર જયંતિભાઇ પટેલે પીએમની ડિગ્રી પર સવાલ ઉભા કર્યા છે. તેમણે એક ન્યૂઝ વેબસાઇટ સમક્ષ ખુલાસો કર્યો છે કે નરેન્દ્ર મોદીને એમએની ડિગ્રીમાં ઘણી બધી ભૂલો છે. એટલું જ નહી જે વિષયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, હકિકતમાં તે વિષય ત્યારે યૂનિવર્સિટીમાં ભણાવવામાં આવતા ન હતા.

જયંતિભાઇ પટેલે દાવો કર્યો છે કે નરેન્દ્ર મોદીની એમએની ડિગ્રીને લઇને ગુજરાત યૂનિવર્સિટેની જે માર્કશીટ બતાવવામાં આવી રહી છે, તેમાં અને રેગ્યુલર માર્કશીટમાં ઘણો ફરક છે. તે કહે છે કે ગુજરાત યૂનિવર્સિટીના નરેન્દ્ર મોદીના એમએ પાર્ટ-2ના જે પપર્સ બતાવવામાં આવ્યા છે, તેમના નામમાં કેટલીક ભૂલો છે અને મારી જાણકારી અનુસાર ઇન્ટરનલ અને એક્સર્ટનલ વિદ્યાર્થીના આવા વિષયોના પેપર્સ હોતા નથી.

‘કોલેજમાં ગેરહાજર રહેતા હતા નરેન્દ્ર મોદી’
જયંતિભાઇ પટેલ ગુજરાત યૂનિવર્સિટીના પોલિટિક્સ સાયન્સ વિભાગમાં વર્ષ 1969 થી 1983 સુધી પ્રોફેસર તરીકે કાર્યરત રહી ચૂક્યા છે. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પણ ઇન્ટરનલ વિદ્યાર્થી તરીકે એમએ માટે પોલિટિકલ સાયન્સમાં એડમિશન લીધું હતું. જો કે જયંતિ પટેલ જણાવે છે કે નરેન્દ્ર મોદી કોલેજમાં સૌથી વધુ ગેરહાજર રહેતા હતા.

નિવૃત પ્રોફેસર જયંતિભાઇ પટેલ કહે છે કે, ‘નરેન્દ્રભાઇ કોલેજમાં સૌથી વધુ ગેરહાજર રહેતા હતા. કોલેજમાં દર અઠવાડિયે અમે અલગ-અલગ વિષય પર વાતચીત કરતા હતા, પરંતુ તે ક્યારેય તેમાં ભાગ લેતા ન હતા.

યૂનિવર્સિટીએ ડિગ્રીને ગણાવી અસલી
બીજી તરફ ગુજરાત યૂનિવર્સિટીએ નરેન્દ્ર મોદીની માર્કશીટને અસલી ગણાવી છે. રજિસ્ટ્રાર ડો. મહેશ પટેલ કહે છે કે ‘જો માર્કશીટ બનાવેલી છે, તે આજથી 30 વર્ષ પહેલાંની છે. જે વિષય હતા તેમાં લખેલા છે.

You might also like