આજે ગુજરાત યુનિ.નો 68મો સ્થાપના દિવસ

અમદાવાદ: રાજ્યની સૌથી મોટી ગુજરાત યુનિવર્સિટીનો આજે સ્થાપના દિવસ છે. ગુજરાત યુનિવર્સિટી 68મા વર્ષમાં પ્રવેશતાં આજથી ત્રણ દિવસ ગુજરાત યુનિવ‌િર્સટી કન્વેન્શન સેન્ટર ખાતે લોકાર્પણ તેમજ ગઝલ જેવા કાર્યક્ર્મોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થપાનાદિન નિમિત્તે આજે ગુજરાત યુનિ. કન્વેન્શન સેન્ટર ખાતે બપોરે 3.30 કલાકે ગુજરાત યુનિવર્સિટીનાં 67 વર્ષની કામગીરીનાે ઇતિહાસ દર્શાવતા એક પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવશે, જેમાં યુનિવર્સિટી કેવી રીતે રીતે અસ્તિત્વમાં આવી તેના ફોટોગ્રાફ્સ પણ દર્શાવવામાં આવશે તેમજ યુનિ. પર બનાવેલ ડોક્યુમેન્ટરી પણ રજૂ કરવામાં આવશે અને આ પુસ્તકમાં જે પણ વિગતો છે તેના આધારે ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી છે. આ ડોક્યુમેન્ટરીમાં યુનિવર્સિટીની ઝાંખી રજૂ કરાશે. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન, તેમજ રોડ એન્ડ બિલ્ડીંગના પ્રધાન જયદ્રથસિંહજી પરમાર તેમજ ગુજરાત યુનિ.ના કુલપતિ એમ. એન. પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે.

તા.23, 24, 25 એમ ત્રણ દિવસ ગઝલના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ગઝલ કાર્યક્રમમાં જાણીતા ગઝલકાર પંકજ ઉધાસ અને મનહર ઉધાસ ઉપરાંત પિનાઝ મસાણી તેમજ જાણીતા ગઝલકારો પણ ઉપસ્થિત રહેશે.
visit : www.sambhaavnews.com

You might also like