યુનિવર્સિટીનાં વિવિધ ભવનોમાં ૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાવાશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અાવેલાં વિવિધ ભવનનું અંદાજે 200થી વધુ સીસીટીવી કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં અાવશે. અા માટે યુનિવર્સિટી દ્વારા કયા કયા વિભાગમાં કેટલા કેમેરા લગાવવા પડશે તેના સર્વેની કામગીરી હાલમાં ચાલી રહી છે.

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં અાવેલાં 46 ભવનમાં વિવિધ અનેક વિભાગ ચાલી રહ્યા છે. અા ભવનો ઉપર સીધી રીતે દેખરેખ રાખવી મુશ્કેલ છે. અાથી અા ભવનો ઉપર દેખરેખ રાખવા માટે કુલપતિ દ્વારા નવીન અાયોજન કરવામાં અાવ્યું છે, જેના અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસમાં અાવેલાં વિવિધ ભવનને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરીને તેના ઉપર નજર રાખવામાં અાવશે.

અા અાયોજન અંતર્ગત યુનિવર્સિટીનાં વિવિધ ભવનનાં રૂમો, ડીન રૂમ, અધ્યાપક રૂમ, લોબી સહિતનાં સ્થળોએ સીસીટીવી કેમેરા ગોઠવવામાં અાવશે. અા સીસીટીવી કેમેરા દ્વારા કેમ્પસમાં અાવેલાં તમામ ભવનો ઉપર દેખરેખ રાખવામાં અાવશે. અા તમામ કેમેરાની એક ‌િલંક કુલપતિની ચેમ્બરમાં પણ અાપવામાં અાવશે, જેના કારણે કુલપતિ પણ તેમના રૂમમાં બેઠાં બેઠાં દરેક ભવન ઉપર નજર રાખી શકશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અા અંગે કુલપતિ ડૉ. એમ. એન. પટેલે જણાવ્યું હતું કે કેમ્પસમાં અાવેલાં વિવિધ ભવનની દેખરેખ માટે સીસીટીવી કેમેરા ગોઠવવાનું અાયોજન કરાયું છે. અા માટે વિવિધ ભવનનાં બિલ્ડિંગના રૂમ અને લોબીનો સર્વે કરવામાં અાવી રહ્યો છે. અા સર્વે બાદ અંદાજે 200થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં અાવશે.

You might also like