રાજનાથસિંહના હસ્તે ગુજરાત યુનિ. ખાતે ઓલ ઇન્ડિયા ફોરન્સિક સાયન્સ કોન્ફરન્સનું ઉધ્ધાટન

કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ આજે ગુજરાતના અમદાવાદ શહેરની મુલાકાતે આવ્યા છે. રાજનાથસિંહ ગુજરાત યુનિવર્સિટિમાં આયોજીત ઓલ ઇન્ડીયા ફોરન્સિક સાયન્સ કોન્ફરન્સમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી વિભાવરી દવે ઉપસ્થિત રહ્યા છે. જ્યારે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા છે.

ગુજરાત યુનિવર્સિટિ સેનેટ હોલમાં આજથી ત્રણ દિવસીય 24મી ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ કોન્ફરન્સનો પ્રારંભ થઇ ગયો છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહના હસ્તે આ કોન્ફરન્સનું ઉધ્ધાટન કરવામાં આવ્યું છે. આ સમારંભમાં રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા છે.

ત્રણ દિવસીય આ કોન્ફરન્સમાં સાયબર સિક્યોરિટી, સાયબર ક્રાઇમ, ફિઝીકલ સાયન્સ સહિતના મુદ્દાઓ પર ચર્ચા તેમજ પ્રવચન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશભરના નિષ્ણાંતો હાજર રહેશે તેવું અનુમાન છે.

You might also like