યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત બીએમાં અોનલાઈન પ્રવેશ અપાશે

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટી દ્વારા અા વર્ષે પ્રથમ વખત અાર્ટ્સ ફેકલ્ટીમાં અોનલાઈન પ્રવેશની પદ્ધતિ અપનાવવામાં અાવી રહી છે, જેના અંતર્ગત અાગામી સપ્તાહથી અાર્ટ્સ ફેકલ્ટી માટે બુકલેટ અને ‌િપનનું વિતરણ શરૂ કરાશે તેમ ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. એન. કે. જૈને જણાવ્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સાયન્સ અને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે અોનલાઈન રજિસ્ટ્રેશનની પદ્ધતિ અમલી બનાવવામાં અાવી છે.  હવે અા વર્ષથી ગુજરાત યુનિવર્સિટી અાર્ટ્સ ફેકલ્ટીમાં પ્રવેશ માટે અોનલાઈન રજિસ્ટ્રેશનની સિસ્ટમ અમલી બનાવવા જઈ રહી છે. અા અંગે ઈન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ. જૈને જણાવ્યું હતું કે અમદાવાદ-ગાંધીનગરની અંદાજે 75 જેટલી અાર્ટ્સ કોલેજોને અોનલાઈન રજિસ્ટ્રેશનથી જોડવામાં અાવનાર છે. અા માટે હાલ દરેક કોલેજોમાં ભણાવાતા વિષયોની માહિતી એકત્ર કરવામાં અાવી રહી છે.

અા માહિતી એકત્ર થયા બાદ અાગામી સપ્તાહમાં અાર્ટ્સ કોલેજમાં પ્રવેશ માટેની બુકલેટ તૈયાર થઈ જશે. બુકલેટ તૈયાર કરાયા બાદ તેનું અને ‌િપનનું વિતરણ શરૂ કરવામાં અાવશે.  તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત યુનિ. દ્વારા અાજથી કોમર્સ અને તેને સંલગ્ન બીબીએ, બીસીએ, એમબીએ, એમસીએ ઇ‌િન્ટગ્રેટેડ, એમએસસી આઇ.ટી., લૉ ઇ‌િન્ટગ્રેટેડ સહિતના અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે.

અંદાજે ૩૫ હજાર જેટલી બેઠકો માટે તા.૧૭મીથી એટલે કે અાજથી તા.૪ જૂન સુધી ખાનગી બેન્કની ૪૨ બ્રાન્ચ પરથી ‌િપનનંબર અને બુકલેટ (ફોર્મ)નું વિતરણ કરાશે. વિદ્યાર્થીઓ તા.૨૩ મેથી ૯ જૂન દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. કઇ કોલેજમાં કેટલી બેઠકો ખાલી છે તે અંગેની માહિતી એટલે કે ‌સીટમે‌િટ્રક્સ તા.૨૮ મેના રોજ જાહેર કરાશે. પહેલું પ્રોવિઝનલ મે‌િરટ લિસ્ટ તા.૧૩ જૂને બહાર પડાશે, જેના આધારે ફાઇનલ મે‌િરટ લિસ્ટ ૧૫ જૂને જાહેર કરાશે. તા.૨૩ થી ૯ જૂન દરમિયાન મોક રાઉન્ડ યોજાશે.

મોક રાઉન્ડનું પરિણામ ૧૮ જૂને જાહેર કરાશે. મોક રાઉન્ડ પૂરા થયા બાદ વિદ્યાર્થીઓને ફાઇનલ કોલેજની ફાળવણી ૨૫ જૂને જાહેર કરાશે, જેના આધારે ૧ જુલાઇથી કોલેજોમાં અભ્યાસક્રમનો પ્રારંભ કરાશે. મોક રાઉન્ડમાં વિદ્યાર્થીઓને જે કોલેજ મળી હોય તેમાં ફેરબદલ કરવા ઇચ્છતા હોય તો તા.૨૦ થી ૨૨ જૂન દરમિયાન કરી શકાશે. ૨૫ જૂને ફાઇનલ કોલેજ એલોટમેન્ટ કરી દેવાશે. ઇ‌િન્ટગ્રેટેડ લૉ માટે પણ ઓનલાઇન પ્રવેશ અપાશે, જે વિદ્યાર્થીઓએ ઇન્ટર ચેન્જ એટલે કે સાયન્સમાંથી કોમર્સ અથવા તો કોમર્સમાંથી આર્ટ્સ કે અન્ય કોઇ પણ શાખામાં જવા ઇચ્છતા હોય તેઓએ બ્રિજ કોર્સ કરવાનો રહેશે.

You might also like