રાજકોટમાં 4 વર્ષની બાળકી સાથે અડપલાં, શખ્સ વિરૂદ્ધ પોસ્કોની ફરિયાદ

રાજકોટઃ શહેરનાં મવડી વિસ્તારમાં આવેલાં આંબેડકર નગર વિસ્તારમાં 4 વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. આંબેડકર વિસ્તારમાં 4 વર્ષની બાળકી પોતાનાં ઘરની બહાર રમી રહી હતી ત્યારે આરોપી રામભુવાન ધારીએ બાળકી સાથે અશ્લીલ હરકત કરી હતી.

બાળકી સાથે અશ્લીલ હરકત કરતાં સ્થાનિકો જોઈ જતાં સ્થાનિકોએ આરોપીને ઝડપી પાડ્યો હતો. સ્થાનિકોએ આરોપીને ઝડપીને પોલીસને સોંપ્યો હતો. ત્યારે હવે પોલીસે આરોપીનાં વિરૂદ્ધમાં મહિલા પોલીસ સ્ટેશનમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

જો કે મહત્વનું છે કે રાજકોટમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના ઘટે તે પહેલાં જ લોકોની સતર્કતાથી આ દુર્ધટના ટળી ગઇ હતી. ત્યારે બાળકી પર નજર બગાડીને શારિરીક અડપલાં કરનાર પરપ્રાંતિય શખ્સને પોલીસે જેલનાં સળીયા ગણતો કરી દીધો હતો. ત્યારે હજુ કેટલી બાળાઓ આ પ્રકારે માનસિક વિકૃત લોકોનો શિકાર બનશે તે જોવાનું રહ્યું.

You might also like