ગુજરાત ટૂરિઝમ તિથલને નામે દમણ મોકલવા માગે છે !

ગુજરાત રાજ્યમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે તેમાં ખરેખરી ગંભીરતા ઓછી હોય તેમ જણાઇ રહ્યું છે. રાજ્ય ટૂરિઝમ વિભાગની વેબસાઇટ પર ટૂરિસ્ટ એટ્રેક્શન્સમાં ત્રીજા ક્રમે ગુજરાતના બીચોની માહિતી આપવામાં આવી છે. જેમાંનું એક સ્થળ તિથલ બીચ પણ છે. તિથલ બીચ વલસાડ શહેરની હદમાં જ આવેલું છે, પરંતુ સાઈટ પર તેને સુરતમાં બતાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત બીચનું જે વર્ણન કરાયું છે તેમાં તિથલની જગ્યાએ આખી વાત દમણની જ કરવામાં આવી છે. આમ, જોવા જઇએ તો તિથલ અને દમણ એકબીજા સાથે જોડાયેલા જ છે, પરંતુ દમણએ કેન્દ્રશાસિત પ્રદેશ હોઈ તે ગુજરાતમાં આવતું નથી. આથી ગુજરાત ટૂરિઝમ સાથે તેને કોઈ લેવા દેવા નથી. જોકે, ગુજરાત કે મહારાષ્ટ્રથી મોટાભાગના લોકો ત્યાં દારૂ સસ્તો હોવાથી સહેલગાહે જાય છે.

ગુજરાતરમાં દારૂબંધી હોવાને કારણે દારૂના શોખીન ગુજરાતી પ્રવાસીઓને ટૂરિઝમના અધિકારીઓ તિથલને નામે દમણ મોકલવા માગતા હોય તેવું આ સાઈટ પરની માહિતી પરથી જણાઈ રહ્યું છે. આમ પણ ગુજરાતી પ્રવાસીઓનો ધસારો દીવ, દમન અને માઉન્ટ આબુ તરફે વધુ હોય તે સમજી શકાય તેવી બાબત છે. આ તકનો લાભ ગુજરાતનું ટૂરિઝમ ખાતુ પણ ઈનડાયરેક્ટલી ઉઠાવી રહ્યું છે.

You might also like