વ્યસનમુક્તિની દિશામાં સરકારનું મહત્વનું પગલું, ગુટકા-તમાકુ અને પાન-મસાલા પર મુકાયો પ્રતિબંધ

ગાંધીનગરઃ રાજ્ય સરકારે વ્યસનમુક્તિની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરતાં રાજ્યમાં ગુટકા, તમાકુ અને નિકોટિનયુક્ત પાન મસાલાનાં પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્ય ફુડ એન્ડ ડ્રગ વિભાગે પરિપત્ર બહાર પાડીને તમામ સત્તા મંડળોને આ મામલે અમલ કરવા અંગે સૂચના પણ આપી દીધી છે. આ સાથે જ સંગ્રહ પર પણ એક વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે એટલે કે હવે કોઈ પણ વ્યક્તિ ગુટકા, તમાકુ કે પાન-મસાલાનું વેચાણ નહીં કરી શકે.

ઉલ્લેખનીય છે કે, ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન મસાલા ખાવાથી મોઢાનાં કેન્સર જેવાં જીવલેણ રોગો થાય છે. તેમજ ગુટકા-તમાકુ અને નિકોટીનયુક્ત પાન મસાલાનું વેચાણ, સંગ્રહ વિતરણ કરવું એ પણ કાયદેસર રીતે ગુનો બને છે.

આ ગુનાહીત કાર્ય કરવાને લઇ તેમજ આ જાહેરનામાનો ભંગ કરતા જો કોઇ પણ વ્યક્તિ તંત્રનાં ધ્યાનમાં આવશે તો તેઓની સામે ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ-ર૦૦૬ હેઠળ ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેથી હવે મહત્વની બાબત છે કે આ કાયદા અંતર્ગત હવે કોઇ પણ વેપારી કે વ્યક્તિ ગુટકા, તમાકુ કે પાન-મસાલાનું વેચાણ નહીં કરે પરંતુ જો વેચાણ કરશે તો તે ગુનો બનશે તેમજ તેનાં પર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

You might also like