રાજ્યમાં નવા વર્ષમાં અકસ્માતોની વણઝાર, 9 લોકોએ જીવ ગુમાવતા પરિવારજનોમાં આક્રંદ

હાલમાં દિવાળીનાં નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે ત્યારે જરૂરી છે કે નવું વર્ષ એ સામાન્ય રીતે દરેક લોકો માટે ખુશીઓ લઈને આવે છે. પરંતુ ગુજરાતમાં કેટલાંક પરિવારજનોને માટે જાણે કે નવું વર્ષ એક આફતરૂપ બની ગયું.

મહત્વનું છે કે રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. જેમાં વલસાડનાં ધરમપુર નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હોવાંની ઘટના સામે આવી. જેમાં 3 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 2 વ્યક્તિઓ ઘાયલ થયાં હતાં. તો બીજી બાજુ બનાસકાંઠાનાં ડીસાનાં કંસારી પાસે કાર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાતાં 2 યુવકનાં મોત નિપજ્યાં છે.

ત્યારે મોરબી-રાજકોટ હાઈ-વે પર હરબટીયારી ગામ પાસે પણ અકસ્માત સર્જાયો કે જેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતાં 2 યુવકનાં મોત નિપજ્યાં. મહેસાણાનાં સતલાસણાનાં સૂદાસણા ગામ પાસે પણ પૂરપાટ ઝડપે જતું બાઈક સ્લીપ થઈ જતાં 2 વ્યક્તિનાં મોત નિપજ્યાં હતાં. જ્યારે 1 યુવકને ઈજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

You might also like