એલર્ટ વચ્ચે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે શિવરાત્રિ

અમદાવાદ: ગુજરાતમાં 10 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાના એલર્ટ બાદ સોમનાથમાં આકરી સુરક્ષા વચ્ચે આજે શિવરાત્રિની પૂજા થઇ રહી છે. તો બીજી તરફ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિર સહિત દેશભરના શિવમંદિરોમાં સવારથી જ ભક્તોની કતાર લાગી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુપ્તચર એજન્સીઓએ પાકિસ્તાનથી ગુજરાતના માર્ગે દિલ્હીમાં દસ સંદિગ્ધ લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમંદ આતંકવાદીઓ ઘુસવાની આશંકા વ્યક્ત કરી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીને શિવરાત્રિની શુભેચ્છા પાઠવતાં ટ્વિટ કર્યું છે.

મળતી માહિતી અનુસાર ગુપ્તચર એજન્સીઓને દિલ્હી, મુંબઇ, હૈદરાબાદ, સાયબરાબાદ અને બેગ્લોરના પોલીસ કમિશ્વરને શવિવારે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લશ્કરી આતંકવાદી ભારતમાં મોટા આતંકવાદી હુમલા કરવાની ફિરાકમાં છે. આ એલર્ટ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને હરિયાણાના ડેજીપીને પણ મોકલવામાં આવ્યા છે.

રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્વપૂર્ણ સ્થળો, મહત્વપૂર્ણ ભવનો અને ગીચ વિસ્તારવાળા સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી પોલીસે સંભવિત આતંકવાદી હુમલાની સૂચના મળ્યા બાદ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મોલ, હોસ્પિટલ, સ્કૂલ અને કોલેજોની આસપાસ નજર રાખવામાં આવી રહી છે.

પોલીસના એક સૂત્રએ જણાવ્યું હતું કે સૂચનામાં વિશેષ રૂપે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લશ્કર-એ-તૈયબા અને મોહમંદના દસ આતંકવાદી ગુજરાતના માર્ગે ભારતમાં પ્રવેશી ચૂક્યા છે અને તે દિલ્હીમાં આતંકવાદી હુમલો કરી શકે છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓ સમુદ્રી માર્ગથી રાજ્યમાં પ્રવેશ્યા હોવાની સૂચના પ્રાપ્ત થતાં ગુજરાતના મહત્વપૂર્ણ સ્થળો, સંવેદનશીલ ઔદ્યોગિક સ્થળો અને ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

ગુજરાતના ડીજીપી પીસી ઠાકુરે ગાંધીનગરમાં એનએસજીના અધિકારીઓ સાથે બેઠક કરી અને જાહેરાત કરી હતી કે એક ટીમને ગિર સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદીરની સુરક્ષા વધારવા માટે મોકલવામાં આવે. પીસી ઠાકુરે શનિવારે રાત્રે આદેશ જાહેર કરી બધા પોલીસકર્મીઓની રજા રદ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે ‘એનએસજીની ચાર ટીમ શનિવારે રાત્રે ગાંધીનગર પહોંચી ગઇ છે. તેમાંથી ત્રણ અહીં રહેશે જ્યારે એક ટીમ સોમનાથ જાશે. દરેક ટીમમાં 50થી 90 સુરક્ષાકર્મી હોય છે.

મહાશિવરાત્રિ ઉત્સવની પૂર્વ સંધ્યા પર ગુજરાતની સાથે-સાથે મહાનગરો અને જમ્મૂ-કાશ્મીરમાં પણ હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. કચ્છ અને અન્ય સ્થળો પર રેડ પાડવામાં આવી અને મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનો, સંવેદનશીલ વિસ્તારો તથા સોમનાથ મંદિર સહિત મુખ્ય મંદિરોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે, તો બીજી તરફ સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

You might also like