ગુજરાતના સિંહની દિલ્હીમાં ગર્જના

૬૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે નવી દિલ્હીના રાજપથ પર તાકાતની સાથે સંસ્કૃતિનું પણ અનોખું પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત તરફથી એશિયાઈ સિંહોની થીમ પર આધારિત ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો. પરંપરાગત સિદી ધમાલ નૃત્ય સાથે રજૂ થયેલા આ ટેબ્લોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

You might also like