સુરતના પાંડેસરામાં બાળકી સાથે દુષ્કર્મ મામલે સ્થાનિકોએ યજ્ઞ દ્વારા આપી શ્રધ્ધાંજલિ

ભારત દેશમાં અત્યારે સ્ત્રીઓ અને બાળકીઓ સાથે બળાત્કારના કિસ્સાઓ રોજેરોજ સામે આવી રહ્યા છે. કશ્મીરના કઠુઆમાં  8 વર્ષની બાળકી સાથે 8 દિવસ સુધી બળાત્કાર થાય છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં એક 18 વર્ષની યુવતીએ ત્યાના ધારાસભ્ય ઉપર રેપનો આરોપ લગાવ્યો છે.

એક તરફ દેશમાં સ્ત્રીઓ માટે સૌથી સુરક્ષિત કહેવાતુ ગુજરાત પણ આ આગની ચપેટમાં આવી ગયુ છે. આમ તો ગુજરાતીઓ બહુ ગર્વથી કહે છે કે અમારા ગુજરાતમાં સ્ત્રીઓ બહુ જ આરામથી હરી-ફરી શકે છે ગમે તેટલા વાગ્યા હોય સ્ત્રી હમેશા સુરક્ષિત અનુભવે છે. પરંતુ ગુજરાતમાં સ્ત્રીઓની સુરક્ષા ઉપર છાંટા ઉડાવતી એક ઘટના સામે આવી છે.

સુરતના પાંડેસરામાં એક 11 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જ્યારે તેનો દેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો ત્યારે જાણવામાં આવ્યુ કે તેના સાથે બળાત્કાર થયો છે. એટલુ જ નહી પરંતુ તેની ઓટોપ્સી રીપોર્ટથી જાણવા મળ્યુ કે તેના શરીર પર 86 ઈજા પણ થઈ છે. એટલે કે તેની સાથે રેપ તો થયો પરંતુ સાથે તેને મારવા પણ આવી હતી. પોલીસે આગળ તપાસ હાથ ધરી છે. અને ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ કડક કાર્યવાહીની ખાતરી પણ આપી છે.

સુરતના પાંડેસરામાં 11 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મની ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડયા છે. ત્યારે સુરતના સોસિયો સર્કલ ખાતે સ્થાનિક લોકોએ યજ્ઞનું આયોજન કર્યું હતું. અને યજ્ઞ દ્વારા માસૂમ બાળકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી..સ્થાનિક લોકોએ આ માસૂમ બાળકીને ન્યાય અપાવવાની માગણી પણ કરી છે. અને દુષ્કર્મ મામલે કાયદો કડક બનાવવાની પણ માગ કરી છે.

You might also like