રાજ્યમાં ઘઉંના વાવેતરમાં ૨૦ ટકા ઘટાડો નોંધાયો

અમદાવાદ: ખેત ઉત્પાદનના પોષણક્ષમ ભાવ નહીં મળી રહેવાના કારણે ખેડૂતો રોકડિયા પાકના વાવેતર તરફ વળ્યા છે તો બીજી બાજુ ચાલુ વર્ષે રાજ્યમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં ૨૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યમાં પણ કાંઇક અંશે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે.

તેઓના કહેવા પ્રમાણે દેશનાં કેટલાંક રાજ્યમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે તો બીજી બાજુ ખેડૂતો અન્ય પાકના વાવેતર તરફ વળતાં ઘઉંનો વાવેતર વિસ્તાર ઘટી રહ્યો છે. જાણકારોના જણાવ્યા પ્રમાણે દેશભરમાં ઘઉંના ઉત્પાદનમાં એક કરોડ ટન સુધીનો ઘટાડો થવાનું અનુમાન છે.

દરમિયાન રાજ્યના ખેતીવાડી વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પાછલા વર્ષે અત્યાર સુધીમાં ૧૧,૪૪૮ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું હતું, જ્યારે ચાલુ વર્ષમાં ૨૦ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. ચાલુ વર્ષે ૯૦૧૨ હેક્ટર વિસ્તારમાં ઘઉંનું વાવેતર થયું છે. આમ, રાજ્યમાં પણ ઘઉંનો વાવેતર વિસ્તાર સતત ઘટી રહ્યો છે તો બીજી બાજુ વ‌િરયાળી જેવા રોકડિયા પાકના વાવેતરમાં વધારો થયો છે. ચાલુ વર્ષે વ‌િરયાળીના પાકમાં ૫૦ ટકા વધારો થયો છે.

You might also like