જામનગર: TAT પરીક્ષામાં બોર્ડનો છબરડો, જોવાં મળી એક જ નામની બે હોલ ટિકિટ

જામનગરઃ શહેરમાં TAT પરીક્ષામાં બોર્ડનો છબરડો થયો હોવાંની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક મહિલા ઉમેદવારનાં નામની બે અલગ-અલગ હોલ ટિકિટો સામે આવી છે. જેને લઈને મહિલા ઉમેદવાર પોતે પણ મુંઝવણમાં મુકાઈ ગઇ છે. માત્ર એટલું જ નહીં પરંતુ બંને હોલ ટિકિટમાં સીટ નંબર પણ આગળ પાછળ જ હતાં. ત્યારે આ પ્રકારની ગેરરિતીનાં કારણે પરીક્ષાર્થીને પરીક્ષાનાં ખરાં સમયે જ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આજનાં રોજ TATની પરીક્ષા એટલે કે ધો. ૯ અને ૧૦ માટેની શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ (TAT)ની આજનાં રવિવારનાં રોજ રાજ્યનાં તમામ મહાનગરોમાં પરીક્ષા યોજાઇ છે. આ પરીક્ષા ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં લેવામાં આવશે.

TATની પરીક્ષા અત્યાર સુધીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી હતી. જે આ વખતે પ્રથમ વાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી રહી છે. આ સિવાય TATની પરીક્ષાનું પેપર કુલ ૨૫૦ માર્કસનું તેમજ બે વિભાગમાં લેવામાં આવતું હતું કે જે હવે તેને ઘટાડીને ૨૦૦ માર્કસનું કરી દેવાયું છે. આ ઉપરાંત બે ભાગનાં બદલે સતત ત્રણ કલાક સુધી આ પરીક્ષા બપોરે ૧૨થી ૩ વાગ્યા દરમ્યાન લેવામાં આવી રહી છે.

You might also like