રાજયના ૩૯ IPSની સામૂહિક બદલી

ગાંધીનગર: ગુજરાત સરકારે ગઇકાલે મોડી સાંજે રાજયમાં વિવિધ સ્થળોએ ફરજ બજાવતા ૩૯  આઈપીએસ અધિકારીઓની સામુહિક બદલીઓના આદેશ જારી કર્યા હતા. જેમાં (આઈજીપી લો એન્ડ ઓર્ડર) તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવતા મનોજ અગ્રવાલને ગૃહ સચિવ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે  રાજકોટના પોલીસ કમિશ્નર તરીકે અનુપમ સિંહને  મુકવામાં આવ્યા છે. ત્યાર સુરત શહેરના પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાની આર્મ્ડ યુનિટમાં બદલી કરી તેમની જગ્યાએ  એસીબીના ડાયરેક્ટર આશિષ ભાટીયાને સુરત શહેરના પોલીસ કમિશ્નર તરીકે નિમણૂંક આપવામાં આવી છે.

You might also like