આવતી કાલે સવારે 8 કલાકે જાહેર થશે ધો-10નું પરિણામ

ગાંધીનગરઃ આવતી કાલે ધોરણ. 10ની પરિક્ષાનું પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. સવારે 8 કલાકે gseb.org વેબસાઇટ પર વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. ખાસ કરીને આ વર્ષનું પરિણામ ઊંચું જશે કે નીચું તે ગણિતનાં પેપરનાં ગ્રેસીંગ માર્ક્સ પર નિર્ધારીત રહેવાની સંભાવના દર્શાવાઇ રહી છે.

છેલ્લાં ઘણાં વર્ષોમાં પ્રથમ વખત ગણિતનું પેપર અઘરૂ હોવાંથી પરીક્ષા ફરીથી લેવાની માંગ ઉઠી હતી પરંતુ બોર્ડે આ માંગને ધ્યાનમાં રાખી ન હતી. સૂત્રનાં જણાવ્યાં પ્રમાણે, આ વર્ષે ગણિતનાં પેપરમાં 2થી 12 ગુણ સુધી ગ્રેસીંગ માર્ક્સ અપાશે પરંતુ બોર્ડ દ્વારા આ બાબતે કોઈ જ સ્પષ્ટતા કરાઈ ન હોતી. જેથી આવતી કાલનું પરિણામ ગણિતનાં પેપર પર આધારીત રહેશે.

મહત્વનું છે કે શિક્ષણ બોર્ડે તાજેતરમાં જ ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કર્યું હતું અને હવે ધો.10નું પરિણામ આવતી કાલે સોમવારે સવારે 8:00 વાગે જાહેર કરવાનો સત્તાવાર પરિપત્ર જાહેર કર્યો છે. ધો.10માં સમગ્ર રાજ્ય ભરમાંથી 11.6 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયાં છે. જેથી આવતી કાલે આ તમામ વિદ્યાર્થીઓનાં ભાવિનો નિર્ણય થશે.

You might also like