રાજ્યના કેટલાંક ભાગમાં હવામાનનો પલટો

છેલ્લા કેટલાંક દિવસોના તાપમાનમાં વઘ-ઘટ બાદ રાજ્યના કેટલાંક વિસ્તારોના હવામાનમાં પલટો જોવા મળ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં વાતવરણમાં પલટો જોવા મળ્યો છે. તો બીજી તરફ ધાનેરામાં મોડી રાત્રી વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. કમસોમી વરસાદના કારણે જીરુ અને ઘઉંના પાકને નુકસાન થવાની શક્યતા જોવા મળી રહી છે. જ્યારે રાજ્યના હવામાન વિભાગે જૂનાગઢ, ગીર-સોમનાથમાં ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં તાપમાનનો પારો વધ્યો હતો.

You might also like