ગુજરાતની સ્મોલ કેપ કંપનીઓના શેરમાં ૬ મહિનામાં ૫૦ ટકા રિટર્ન

અમદાવાદ: રાજ્યની સ્મોલ કેપ કંપનીઓના શેરમાં પણ છેલ્લા છ મહિનામાં ૫૦ ટકાથી વધુ રિટર્ન મળેલું જોવા મળેલું છે. જેમાં ખાસ કરીને કિરી ઈન્ડસ્ટ્રીઝ કંપનીના શેરમાં છેલ્લા છ મહિનામાં ૩૩૦ ટકાથી વધુનું રિટર્ન છૂ્ટ્યું છે. નોંધનીય છે કે શેરબજારમાં છેલ્લા કેટલાક મહિનામાં સ્મોલ કેપ અને મિડકેપ કંપનીના શેરમાં મજબૂત સુધારાની ચાલ નોંધાઈ છે. તેની અસરથી રાજ્યની સ્મોલ કેપ કંપનીઓેના શેરમાં પણ મજબૂત ઉછાળો નોંધાયો છે. કેમિકલ સેકટરની મેઘમણિ ઓર્ગેનિક કંપનીના શેરમાં છેલ્લા છ મહિનામાં ૧૧૫ ટકાનો ઉછાળો જોવાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે કેમિકલ સેકટરમાં જોવા મળેલા સુધારાના પગલે કેટલીક સ્મોલકેપ કેમિકલ કંપનીના શેરમાં ઉછાળો નોંધાયો છે.

છ મહિનામાં મળેલું રિટર્ન
કિરી ઈન્ડસ્ટ્રીઝ                ૩૩૦ ટકા
ઋષિલ ડેકોર                   ૫૬.૫૪ ટકા
આઈડિયલ ઓપ્ટિક્સ     ૧૭૭.૬૬ ટકા
મેઘમણિ ઓર્ગે.               ૧૧૫.૬૩ ટકા
કલેરિસ લાઈફ               ૮૯.૨ ટકા
ઈલેક્ટ્રોથર્મ (ઈ.)           ૨૦૮.૧૪ ટકા

You might also like