ગુજરાતમાં ઐતિહાસિક જીત માટે કાર્યકરો કટીબદ્ધ બને : શાહ

સોમનાથ : સોમનાથમાં યોજાયેલ પ્રદેશ ભાજપની કારોબારી બેઠકની આઝે બીજા દિવસે પુર્ણાહુતી થઇ હતી. ચૂટણીનાં રાજનીતિનાં માહેર ખેલાડી અમિત શાહે પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓને કહ્યું કે ગુજરાત ભાજપ માત્ર ચૂંટણી જીતવા તથા સરકાર બનાવવાનાં મેદાનમાં નથી ઉતર્યા. ભાજપનું લક્ષ્ય દુનિયમાં ભારતને શ્રેષ્ઠ બનાવે છે અને તેને પુરી કરતા સુધી આપણને વિશ્રામનો અધિકાર પણ નથી.

શાહે કહ્યું કે કોંગ્રેસને ગુજરાતમાં મુળીયાથી ઉખાડીને ફેંકવાની છે, શાહે કહ્યું કે ગુજરાતમાં યૂપી તથા ઉતરાખંડમાં જોરદાર જીત ઇચ્છે છે. ગીર સોમનાથમાં ભાજપની બે દિવસીય કાર્યકારિણી બેઠકને સંબોધિત કરવા માટે પહોંચેલા અમિત શાહે કહ્યું કે સંસદમાં ભાજપનાં બે સાંસદો પર કોંગ્રેસ નેતા વ્યંગ કરતા અમે બે અને અમારા બેની પાર્ટી કહેતા હતા, આજે ભાજપે બેતૃતિયાંશ બહુમતી સાથે પહેલી બિનકોંગ્રેસી સરકાર બનાવી છે. કાર્યકર્તાઓને ભાજપની તાકાત યાદ અપાવતા શાહે કહ્યું કે 10 લોકોથી ચાલુ થયેલ જનસંઘ આજે ભાજપ 11 કરોડ સભ્યો ધરાવતી પાર્ટી બની ગઇ છે. દેશમાં આપણા 1385 ધારાસભ્યો તથા 14 રાજ્યોમાં સરકાર છે.

1950થી માંડીને 2017 સુધી ભાજપે જીત હાર સહન કરી છે. ભાજપનું લક્ષ્ય ચૂંટણી જીતવાનું, એમએલએ તથા એમપી ચૂંટણી અથવા સરકાર બનાવી લેવાનું નથી. જ્યાં સુધી દુનિયમાં ભારત શ્રેષ્ઠ નથી બની જતો ત્યા સુધી કાર્યકર્તાઓને વિશ્રામ કરવાનો અધિકાર નથી.શાહે કહ્યું કે આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને જડમુળથી ઉખાડી ફેંકવાની છે.

You might also like